________________
૧૪૪
મુકિતદ્વાચિંશિકા | શ્લોક-૩૨ ભાવાર્થ :પ્રકૃષ્ટમાનવાળા એકાંતઅભિનિવિષ્ટ જીવોના કુહેતુને સ્યાદ્વાદરૂપી મુદગરથી ખંડન કરતા દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદરૂપ મોક્ષની ચર્ચાથી પરમાનંદથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી :
પરદર્શનવાદી પોત-પોતાના દર્શનના પક્ષ પ્રત્યે બદ્ધરાગવાળા થઈને કુહેતુ દ્વારા પોતાના પક્ષનું સ્થાપન કરે છે. વળી તેઓને પોતાના પક્ષનું સ્થાપન કરવામાં પ્રકૃષ્ટ દર્પ છે કે, અમે જ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ સ્થાપન કરીએ છીએ, અને પરદર્શનવાદીઓ પ્રકૃષ્ટ દર્પને કારણે કુહેતુઓ ઉભાવન કરીને પોતાનો પક્ષ સ્થાપન કરે છે. અને પારદર્શનના તે કુહેતુઓને દલન કરતાં એવા શ્વેતાંબર સાધુઓ છે.
અહીં પ્રશ્ન થાય કે બીજાના માનના=દર્પના, કારણભૂત એવા કુહેતુના દલનથી શ્વેતાંબર સાધુઓને શું લાભ થાય ? અર્થાત્ કાંઈ લાભ થાય નહીં, અને જેનાથી કાંઈ લાભ થાય નહીં તેવી પ્રવૃત્તિ શ્વેતાંબર સાધુઓ કેમ કરે છે ? તેથી કહે છે –
પરના કુહેતુ દ્વારા ઉન્માર્ગ પ્રવર્તે તો જગતમાં સન્માર્ગનો નાશ થાય અને સન્માર્ગનો નાશ થાય તો ઉન્માર્ગની વૃદ્ધિ દ્વારા જગતના જીવો વિનાશ પામે. જગતના જીવો વિનાશ ન પામે તેવી દયાવાળા શ્વેતાંબર સાધુઓ હોવાથી દરેક કથનોને ઉચિત સ્થાને યોજીને અનેકાંતવાદની પ્રરૂપણા કરે છે અને તે અનેકાંતવાદની પ્રરૂપણાથી જગતના જીવોને સન્માર્ગનો યથાર્થ બોધ કરાવીને જગતના જીવોના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા શ્વેતાંબર સાધુઓ છે. આથી શ્વેતાંબર સાધુઓ દયાવાળા છે.
આનાથી એ ફલિત થાય છે કે જેઓ માત્ર વાદમાં રસ ધરાવે છે અને તત્ત્વના પક્ષપાતી નથી અને સ્વપક્ષ સ્થાપન કરવામાં દઢ યત્ન કરીને અનેકાંતવાદને સ્થાપન કરતાં હોય તોપણ તે દયાવાળા શ્વેતાંબર સાધુઓ નથી, પરંતુ જે સાધુઓને સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ છે અને આથી જ જગતના જીવોને હિતની પ્રાપ્તિ થાય તદર્થે લાભાલાભનો વિચાર કરીને ઉચિત સ્થાને અનેકાંતનું સ્થાપન કરે છે અને અનેકાંતવાદના સ્થાપન દ્વારા જગતના જીવોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org