________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧
૧૪૧ છે કે, શ્લોક-૩૦માં બતાવેલ સ્મૃતિમાં મુક્તિમાં આત્યંતિક સુખ છે, એમ જે કહ્યું છે તે ઉપચારથી છે અર્થાત્ પરમાર્થથી તો મુક્તિમાં દુઃખનો અભાવ છે અને દુઃખના અભાવમાં સુખપદનો લક્ષણાથી ઉપચાર કરેલ છે. જેમ – “
Tયાં પોષ:' એ વચનમાં ગંગામાં ગાયનો વાડો છે તેમ કહેલ છે પરંતુ ગંગામાં ગાયનો વાડો નથી; કેમ કે પાણીના પ્રવાહમાં ગાયનો વાડો સંભવે નહીં. તેથી ત્યાં ગંગાનો અર્થ ગંગાનો પ્રવાહ ન કરતાં લક્ષણાથી ગંગાતીર કરવામાં આવે છે, માટે ગંગા શબ્દના અર્થનો બાધ હોય તે વખતે લક્ષણાથી ગંગાનો અર્થ ગંગાતીર કરીને “ યાં ઘોષ:'નો અર્થ ગંગાના કાંઠે ઘોષ છે એ પ્રમાણે થાય છે. તેમ મુક્તિમાં સુખ પરમાર્થથી નથી પરંતુ શરીર નહિ હોવાને કારણે દુઃખનો અભાવ છે તે દુ:ખના અભાવમાં સુખ શબ્દનો ઉપચાર કરીને સ્મૃતિમાં મુક્તિમાં સુખ કહેવાયું છે. વસ્તુતઃ ત્યાં સુખ ન હોવા છતાં દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરાયો છે તેમ માનવું ઉચિત છે એ પ્રમાણે તૈયાયિકો કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
મુક્તિમાં વર્તતા દુઃખાભાવમાં સુખપદનો ઉપચાર નથી; કેમ કે બાધનો અભાવ છે.
આશય એ છે કે જેમ ગંગાનો અર્થ પાણીનો પ્રવાહ કરીએ તો ત્યાં ઘોષ સંભવે નહીં, તેથી ગંગામાં ગાયનો વાડો સ્વીકારવામાં બાધ છે. તેથી ત્યાં લક્ષણા દ્વારા ગંગાનો અર્થ “ગંગાનો કિનારો' કરવામાં આવ્યો છે, તેમ પ્રસ્તુતમાં “સુખ” શબ્દનો અર્થ મોક્ષમાં બાધ પામતો નથી કે જેથી લક્ષણા કરીને દુઃખના અભાવનો સુખપદમાં ઉપચાર કરવો પડે. કેમ મોક્ષમાં સુખ શબ્દનો બાધ નથી ? તેથી કહે છે –
મોક્ષમાં આત્માને સર્વ ઉપદ્રવ વગરની અવસ્થાનું વેદન વર્તે છે, તેથી નિરાકુલ એવી ચેતનાનું વેદન મોક્ષમાં સ્વીકારવામાં કોઈ બાધ નથી. માટે શ્લોક-૩૦માં કહેલ સ્મૃતિના સુખ શબ્દનો દુઃખના અભાવમાં ઉપચાર કરવાની આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org