________________
૧૩૮
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૦ ટીકા :
સુમતિ સ્પષ્ટ: રૂપા ટીકાર્ચ -
“સુ9.” આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. અ૩૦) ભાવાર્થ :“મોક્ષમાં અતીન્દ્રિય બુદ્ધિગ્રાહ્ય આત્યંતિક સુખ જાણો” આ પ્રકારના સ્મૃતિના વચનથી મોક્ષમાં સુખની સત્તાનો સ્વીકાર:
શ્લોક-૨માં સ્થાપન કર્યું કે, “શરીરં વાવ સન્તમ્” એ શ્રુતિથી સિદ્ધ એવો સુખાભાવ અને દુઃખાભાવરૂપ ઉભયાભાવ મોક્ષમાં સુખની સત્તાને નિષેધ કરતો નથી.
કેમ નિષેધ કરતો નથી ? તેમાં સાક્ષી આપતાં કહ્યું કે, જે કારણથી કહેવાયું છે, તે વચનથી મોક્ષની સત્તાનો નિષેધ “શરીર વીવે સન્ત” એ શ્રુતિ કરતી નથી. તેથી હવે પ્રસ્તુત શ્લોકમાં જે કારણથી કહેવાયું છે તે કારણરૂપ સ્મૃતિનું તે વચન બતાવે છે –
જે સ્થાનમાં રહેલો જીવ આત્યંતિકસુખને અનુભવે છે= પરાકાષ્ઠાના સુખને અનુભવે છે અને તે સુખ મોક્ષમાં રહેલા જીવોના અનુભવથી ગ્રાહ્ય છે અને અતીન્દ્રિય છે=ઇન્દ્રિયોનો વિષય નથી; કેમ કે મોક્ષમાં રહેલા જીવોને ઇન્દ્રિયો કે શરીર કાંઈ નથી, પરંતુ સંપૂર્ણ નિરુપદ્રવવાળી અવસ્થાનો અનુભવ થવાથી અત્યંત સુખનો અનુભવ છે અને તેવા સુખને મોક્ષ જાણવો અને જે જીવો ઇન્દ્રિયોને પરવશ છે, તેથી પોતાના આત્મા ઉપર સંયમ મેળવ્યો નથી તેવા જીવો માટે મોક્ષ દુઃખથી પ્રાપ્ત થઈ શકે તેવો છે અર્થાત્ તેવા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકતાં નથી અર્થાત્ યત્નપૂર્વક આત્મા ઉપર સંયમને પ્રાપ્ત કરે તો જ મોક્ષ થઈ શકે છે. li૩ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org