________________
૧૩૬
મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૯ “વત્યા દ્વિત્વાવચ્છિન્નમાવપ્રત્યયાત્” - અહીં “"થી એ કહેવું છે કે એકવાન ન હોય તો તે દ્વિત્વથી અવચ્છિન્ન અભાવ હોય પરંતુ એકવાનમાં પણ દ્વિવથી અવચ્છિન્ન અભાવનો બોધ થાય છે. ભાવાર્થ - શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી એ પ્રમાણે નૈયાચિકના કથનમાં ગ્રંથકારશ્રી દ્વારા સમાધાન :
નૈયાયિકો મોક્ષમાં દુઃખનો અભાવ સ્વીકારે છે, પરંતુ મુક્તિમાં સુખ સ્વીકારતા નથી, તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૮માં આપત્તિ આપી કે, જો મુક્તિ સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો સુખરૂપ ગુણની હાનિને કારણે જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ થશે નહીં. ત્યાં નૈયાયિક કહે છે –
અશરીરવાળા જીવોને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી” એ પ્રમાણે શ્રુતિ હોવાથી મોક્ષમાં સુખ નથી, પરંતુ દુઃખનો અત્યંત અભાવ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
“મારી વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિથી મોક્ષમાં સુખ-દુઃખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે, તેથી તેના દ્વારા સુખની સત્તા નથી, તેમ સિદ્ધ થતું નથી; કેમ કે મોક્ષમાં સુખ હોવા છતાં પણ સુખ-દુઃખ ઉભયનો અભાવ છે, તેમ કહી શકાય છે.
આશય એ છે કે પુરોવર્તી ઘટ પડ્યો હોય તેને જોઈને કોઈ કહે કે, અહીં ઘટ-પટ ઉભયનો અભાવ છે તો તે વાત મૃષા નથી; કેમ કે ઘટ હોવા છતાં ઘટ-પટ ઉભય ત્યાં નથી. તેમ મોક્ષમાં સુખ હોવા છતાં મોક્ષમાં સુખ-દુઃખ ઉભયનો અભાવ છે તેમ બતાવવા માટે “શરીર વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિ છે એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
અથવા “શરીર વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિનો અર્થ અન્ય રીતે બતાવતાં કહે છે –
આ શ્રુતિમાં અપ્રિયપદનું સંનિધાન છે અર્થાત્ પ્રિયપ્રિયે' એ પદમાં પ્રિયપદની સાથે અપ્રિયપદનું સંનિધાન છે. તેથી પ્રિયપદથી વૈષયિકસુખ જ ગ્રહણ કરવું જોઈએ, પરંતુ આત્માના સ્વાભાવિક સુખને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org