________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૬
છે. વળી, જે કાળમાં તે દુઃખાભાવ વર્તતો હોય તે કાળમાં તે દુ:ખાભાવ સાક્ષાત્કારનો અવિષય હોય, તેવો દુ:ખાભાવ અવેઘદુઃખાભાવ કહેવાય.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ‘મને દુઃખનો અભાવ છે’ એ પ્રકારનું જેમને વેદન થતું નથી તેવા દુઃખાભાવસ્વરૂપ મોક્ષ છે તેમ સ્વીકારીએ તો મોક્ષ સુખરૂપ નથી, માત્ર દુઃખાભાવસ્વરૂપ છે તેમ સ્વીકારી શકાય, પરંતુ જેમને સંસારના સર્વ દુઃખોના અભાવનું વેદન છે તેવા દુઃખાભાવસ્વરૂપ મોક્ષ સ્વીકારીએ તો અર્થથી મોક્ષ સુખરૂપ છે એમ સિદ્ધ થાય.
૧૨૫
આશય એ છે કે, કોઈ રોગી પુરુષને અનેક પ્રકારના દુઃખોનું વેદન વર્તતું હોય ત્યારે તેને ‘હું દુઃખી છું' એ પ્રકારનો અનુભવ થાય છે અને સમ્યગ્ ઔષધના સેવનથી સર્વ રોગોનો અભાવ થાય તો તે રોગીપુરુષને વેદ્ય એવો દુઃખાભાવ પ્રતીત થાય છે, પરંતુ અવેદ્ય એવો દુ:ખાભાવ પ્રતીત થતો નથી. તેથી આરોગ્યની પ્રાપ્તિ પછી તે પુરુષ કહે છે કે, ‘હવે મને રોગનું કોઈ દુઃખ નથી, પરંતુ હું સંપૂર્ણ સુખી છું' તેમ સંસારઅવસ્થામાં ભાવરોગવાળા જીવને ‘હું ભાવરોગથી દુ:ખી છું' તેવું વેદન વર્તે છે અને જ્યારે સંસારરૂપ વ્યાધિનો નાશ થાય છે ત્યારે, ‘સંસારના દુઃખો મને નથી’ તેવું વેદન મોક્ષમાં સ્વીકા૨વામાં આવે તો વેઘદુઃખાભાવરૂપ મોક્ષ સ્વીકારી શકાય અને તેમ નૈયાયિક સ્વીકારે તો અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, મોક્ષમાં વર્તતા જીવોને ‘હું સંસારના સર્વ ઉપદ્રવોના અભાવવાળો છું માટે ૫૨મ સુખી છું' તે પ્રકારનું વેદન થાય છે.
જો નૈયાયિક મોક્ષ સુખરૂપ નથી તેમ સ્થાપન કરવા અર્થે અવેદ્ય એવા દુઃખાભાવને સ્વીકારે અર્થાત્ પોતાને દુઃખાભાવ છે એ પ્રકારના સાક્ષાત્કારના અવિષય એવા દુઃખાભાવને સ્વીકારે તો તેવા દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં.
અવેધ એવા દુઃખાભાવને કેમ પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં તેમાં યુક્તિનું સમર્થન :
કેમ સાક્ષાત્કારના અવિષય એવા દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં ? તેમાં યુક્તિ આપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org