________________
૧૩૩
મુક્તિદ્વાચિંશિકાશ્લોક-૨૮ નિવૃત્તિ છે અને અપરવૈરાગ્યકાળમાં બાહ્ય પદાર્થો પ્રત્યે તૃષ્ણા નહીં હોવા છતાં ગુણની તૃષ્ણા છે, આથી અપરવૈરાગ્યવાળા યોગીઓ ગુણની તૃષ્ણાથી મોક્ષમાં વર્તતા સુખ માટે પ્રવૃત્તિ કરે છે અને સંસારના પરિભ્રમણના દુઃખો પ્રત્યેના દ્વેષને કારણે મોક્ષ માટે પ્રવૃત્તિ કરે છે, અને તે વખતે યોગીને કહેવામાં આવે કે મોક્ષમાં સુખ નથી તો મોક્ષમાં સુખાભાવરૂપ ગુણની હાનિ તેમને અનિષ્ટ જણાશે. તેથી અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થશે નહીં. અને અપર-વૈરાગ્યકાળમાં મોક્ષાર્થ પ્રવૃત્તિ ન થાય તો તેના સંસ્કારથી= અપરવૈરાગ્ય-કાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિના સંસ્કારથી, પરવૈરાગ્યકાળમાં યોગીઓની જે અસંગની પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ પણ મોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારીશું તો થઈ શકશે નહિ. માટે મોક્ષને સુખાભાવરૂપે સ્વીકારનાર નૈયાયિકનું વચન નિરર્થક છે.
આશય એ છે કે, અપરવૈરાગ્યકાળમાં યોગીઓ સંસારના દુ:ખના દ્વેષથી અને મોક્ષના સુખની ઇચ્છાથી પ્રવૃત્તિ કરે છે અને તે પ્રવૃત્તિકાળમાં સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગભાવ છે અને મોક્ષના સુખની પ્રાપ્તિનો ઉપાય પણ વીતરાગભાવ છે એવી સ્થિર બુદ્ધિ હોવાથી યોગી વીતરાગભાવના રાગપૂર્વક વીતરાગભાવના સંસ્કારો આત્મામાં આધાન થાય તે રીતે જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તે પ્રવૃત્તિના બળથી અનાદિ કાળના અવીતરાગભાવના સંસ્કારો અત્યંત ક્ષીણ થાય છે અને વિતરાગભાવથી ભાવિત થયેલું યોગીઓનું ચિત્ત બને છે ત્યારે પરવૈરાગ્યકાળમાં મોક્ષની ઇચ્છા કે સંસારના પરિભ્રમણરૂપ દ્વેષ વગર વીતરાગભાવના સંસ્કારના બળથી યોગીની સર્વ ભાવો પ્રત્યે અસંગના પરિણામરૂપ પ્રવૃત્તિ થાય છે. પરંતુ જો મોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો પરવૈરાગ્યના કારણભૂત એવા અપરવૈરાગ્યમાં જે સુખની ઇચ્છાથી અને સંસારના દુઃખોના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે તે થઈ શકશે નહીં, અને જો અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય નહીં તો અપરવૈરાગ્યકાળમાં પડેલા સંસ્કારના બળથી પરવૈરાગ્યકાળમાં જે અસંગભાવની પ્રવૃત્તિ થાય છે તે પણ સંગત થાય નહીં. માટે મુક્તિને સર્વ દુઃખના અભાવથી યુક્ત પૂર્ણસુખમય સ્વીકારવી ઉચિત છે. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org