________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૧ મિલામિ ... વ્યવસ્થાપિતત્વાન્ ।। ક્રમિક-અક્રમિક ઉભયસ્વભાવરૂપ ઉપયોગનું ત્યાં ત્યાં=તે-તે ગ્રંથોમાં, વ્યવસ્થાપિતપણું છે. ।।૨૧।
♦ ‘અનુચૂતોપયો પઘેડપિ’ – અહીં ‘પિ’થી એ કહેવું છે કે અનુસ્મૃત એકઉપયોગ ન હોય તો તો હેતુ-હેતુમદ્ભાવનો અવિરોધ છે, પરંતુ અનુસૂત એકઉપયોગ હોવા છતાં પણ ક્રમના અનુવેધથી હેતુ-હેતુમભાવનો અવિરોધ છે.
ભાવાર્થ :
૧૦૪
ચાર ગતિરૂપ સંસારમાં વિડંબણા દેખાવાથી દુ:ખ પ્રત્યે દ્વેષ, દુઃખ પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના ઉપાયના નાશમાં વિવેકી જીવોની પ્રવૃત્તિ
-
વિવેકી જીવોને સંસારના પારમાર્થિક સ્વરૂપ જોવાને અનુકૂળ નિર્મળ ચક્ષુ હોય છે, તેથી વિવેકચક્ષુથી તેમને પોતાનો આત્મા શાશ્વત હોવાને કારણે જેમ વર્તમાનમાં મનુષ્યભવરૂપે છે તેમ જુદા જુદા ભવોમાં પણ વિદ્યમાન છે તેમ દેખાય છે અને આ રીતે નવા નવા ભવોને પામીને પોતાનો આત્મા સંસારમાં વિડંબણાને પામે છે તેવું દેખાય છે, તેથી સંસાર જન્મ, જરા, મરણ, શોક આદિ ભાવોથી વ્યાપ્ત જણાય છે અને તેના કારણે વિવેકી જીવોને દુઃખરૂપ સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને જે જીવોને દુઃખરૂપ એવા સંસાર પ્રત્યે દ્વેષ થાય છે તે જીવો નક્કી તે દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ કરે છે અને જે જીવોને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે તે જીવોને દુઃખનાશના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે. તેથી તે જીવો દુઃખનાશના હેતુ એવા કર્મના નાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિ દુઃખના ઉપાય એવા કર્મના નાશનો હેતુઃ
-:
અહીં પ્રશ્ન થાય કે, દુઃખનાશના ઉપાય એવા કર્મના નાશના હેતુ કયા છે, જેમાં વિવેકી પુરુષો પ્રયત્ન કરે છે ? તેથી કહે છે
જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરિણતિ દુઃખનાશના ઉપાય એવા કર્મના નાશનો હેતુ છે, તેમાં વિવેકી પુરુષો પ્રયત્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org