________________
૧૦૫
મુક્તિાસિંશિકા | શ્લોક-૧ વિવેકી પુરુષોની રત્નત્રયીમાં પ્રવૃત્તિનું યુક્તિ દ્વારા સમર્થન :
દુઃખના દ્વેષથી દુઃખના હેતુ એવા કર્મોના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી દુઃખદ્દેષનું દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છામાં અને દુઃખના હેતુમાં દ્વેષનું સ્વભાવથી હેતુપણું છે અને દુઃખના હેતુ એવા કર્મોના નાશના ઉપાયની ઇચ્છાથી અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષથી દુઃખના હેતુ એવા કર્મોના નાશના હેતુ એવા જ્ઞાનાદિના વિષયમાં પ્રવૃત્તિ થાય છે.
આશય એ છે કે, જે જીવોને સંસારના પરિભ્રમણરૂપ દુઃખ પ્રત્યે દ્વેષ થાય છે તે જીવોને સંસારના પરિભ્રમણરૂપ દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયભૂત એવી રત્નત્રયીની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુભૂત એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે અને આ રત્નત્રયીની ઇચ્છા અને કર્મોનો દ્વેષ એ બંને રત્નત્રયીની પ્રવૃત્તિ પ્રત્યે સ્વભાવથી હેતુ છે, માટે વિવેકી પુરુષ સંસારના ઉચ્છેદ અર્થે સ્વભૂમિકા અનુસાર રત્નત્રયીમાં પ્રવૃત્તિ કરે છે.
અહીં પ્રશ્ન થાય કે સંસારના દુઃખોના દ્વેષને કારણે સંસારના કારણભૂત એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે અને કર્મો પ્રત્યેના દ્વેષને કારણે કર્મનાશના ઉપાયની ઇચ્છા થાય છે અને કર્મનાશના ઉપાયની ઇચ્છાના કારણે જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. આ ચારે અનુચૂત એકઉપયોગરૂપ છે=અખંડ એકઉપયોગરૂપ છે તેમ સ્વીકારવામાં આવે તો ચારે વચ્ચે કાર્યકારણભાવ છે તેમ કહી શકાય નહીં. તેના સમાધાનરૂપે કહે છે – અનુચૂત એકઉપયોગરૂપપણું હોવા છતાં પણ ક્રમના અનુસરણથી કાર્યકારણભાવના સ્વીકારનો અવિરોધ :
જેમ – મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અને અપાયનો અનુયૂત એકઉપયોગ હોય છે તોપણ તે ઉપયોગ અવગ્રહ, ઈહા અને અપાયના ક્રમથી વર્તે છે, તેથી વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ પ્રત્યે કારણ છે, અર્થાવગ્રહ ઈહા પ્રત્યે કારણ છે, ઈહા અપાય પ્રત્યે કારણ છે, એમ કહી શકાય છે તે રીતે પ્રસ્તુતમાં પણ સંસારના દુઃખો પ્રત્યે દ્વેષ થાય છે તે દ્વેષને કારણે સંસારના કારણ એવા કર્મ પ્રત્યે દ્વેષ થાય છે અને તે દ્વેષથી કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org