________________
૧૧૨
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨ સિદ્ધ થશે તેથી દુઃખના નાશ સ્વરૂપ મુક્તિ સ્વીકારવી જોઈએ, કૃસ્નૂકર્મક્ષયરૂપ મુક્તિ સ્વીકારવી જોઈએ નહીં. તેના નિરાકરણ માટે કહે છે
મુખ્યપ્રયોજન અવિષયક ઇચ્છાના અવિષયત્વરૂપે પ્રાયશ્ચિત્તથી નાશ્ય એવા દુઃખમાં પણ મુખ્યપ્રયોજનત્વ અવિરુદ્ધ છે.
-
આશય એ છે કે, પ્રાયશ્ચિત્તસ્થળમાં પોતાના પાપથી પ્રાપ્ત થનાર એવા આગામી દુઃખનો નાશ જીવનું મુખ્ય પ્રયોજન છે અને તે દુઃખનાશના પ્રયોજનવાળી ઇચ્છા પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે. પરંતુ ઇન્દ્રિયોને અનુકૂળ એવા અન્ય પદાર્થવિષયક જીવને જે ઇચ્છા થાય છે તે ઇચ્છા પ્રાયશ્ચિત્તથી થતા દુ:ખનાશના અવિષયવાળી છે અને તેવી ઇન્દ્રિયોને અનુકૂળ એવા પદાર્થવિષયક ઇચ્છાનું અવિષયપણું પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે તેથી પોતાના પાપજન્ય દુઃખનાશરૂપ મુખ્ય પ્રયોજનના અવિષયવાળી જે ઇન્દ્રિયોના ભોગાદિવિષયક ઇચ્છા તેનું અવિષયપણું પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે તે રૂપ મુખ્યપ્રયોજનપણું પ્રાયશ્ચિત્તમાં અવિરુદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, પ્રાયશ્ચિત્તસ્થળમાં પાપના અનર્થકારી ફળ પ્રત્યે દ્વેષ છે, તેથી પાપના અનર્થકારી ફળનો નાશ એ જીવનું મુખ્ય પ્રયોજન છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા જે દુઃખનાશમાં ઇચ્છા છે તે ઇચ્છા, સંસારી જીવોને ઇન્દ્રિયના વિષયમાં જે ઉત્સુકતા થઈ છે તેનાથી સંતપ્ત થઈને વિષયોમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થઈ છે તેના જેવી નથી, પરંતુ સંસા૨ની કદર્થનાથી થનારા દુઃખોથી આત્માના રક્ષણની ઇચ્છારૂપ છે, માટે મુખ્યપ્રયોજન અવિષયક ઇચ્છા અવિષયત્વરૂપે પ્રાયશ્ચિત્તમાં મુખ્યપ્રયોજનત્વ છે, તેથી પ્રાયશ્ચિત્ત કરનારનું મુખ્યપ્રયોજન અવિરુદ્ધ છે.
આનાથી એ ફલિત થાય છે કે, જેમ સંસારના દ્વેષથી સંસારના કારણ એવા કર્મના નાશમાં પ્રવૃત્તિ છે તેમ પ્રાયશ્ચિત્તમાં પણ ભવિષ્યમાં પ્રાપ્ત થનારા દુઃખના દ્વેષથી પાપનાશ માટેની પ્રવૃત્તિ છે અને પ્રાયશ્ચિત્તમાં કરાતી પ્રવૃત્તિનું મુખ્યપ્રયોજન જેમ પાપનાશ છે તેમ આગામી દુઃખનાશ પણ મુખ્યપ્રયોજન છે તે રીતે મોક્ષ અર્થે કરાતી પ્રવૃત્તિમાં પણ જેમ મુખ્યપ્રયોજન કર્મનાશ છે તેમ સંસારના પરિભ્રમણરૂપ દુઃખનાશ પણ મુખ્યપ્રયોજન છે. II૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org