________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨
“અસુખ મને ન થાઓ” તેમાં ‘મા’ અવ્યયનો અર્થ ધ્વંસ છે અને પોતાનાથી કરાયેલા પાપજન્ય અસુખનો ધ્વંસ વર્તમાનના પ્રયત્નથી અસાધ્ય છે; કેમ કે પોતે કરેલા પાપનો ઉદય થશે ત્યારે તે દુઃખ ઉત્પન્ન થશે તેથી અનુત્પન્ન એવા દુઃખના ધ્વંસમાં સાક્ષાત્ યત્ન થઈ શકે નહીં. માટે જેમ શ્લોક-૨૧માં બતાવેલ કે સંસારના પરિભ્રમણના દુ:ખનો દ્વેષી જીવ દુ:ખના ઉપાય એવા કર્મના નાશની ઇચ્છા કરે છે અને તે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયરૂપ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે. એ રીતે પ્રાયશ્ચિત્તસ્થળમાં પણ દુઃખના હેતુ એવા કર્મોમાં રહેલી કર્મધ્વંસની પ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય રહેલો છે માટે દુ:ખધ્વંસ શબ્દથી કર્મધ્વંસનું ગ્રહણ થાય છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ સ્થાનમાં “દુ:ખ મને ન થાઓ” એ ઉલ્લેખથી થતી પ્રવૃત્તિમાં સાક્ષાત્ દુઃખધ્વંસ ઇષ્ટ હોવા છતાં અર્થથી દુઃખના હેતુ એવા કર્મોનો ધ્વંસ ઇષ્ટ બને છે.
આનાથી એ ફલિત થાય છે કે પ્રાયશ્ચિત્ત કરનાર વિવેકી પુરુષને બોધ છે કે, મારા પાપથી બંધાયેલા કર્મ આગામી કાળમાં મને દુઃખ આપશે અને તે દુ:ખ મને ન જોઈતું હોય તો તે દુઃખની પ્રાપ્તિના ઉપાયરૂપ કર્મોના નાશ માટે મારે પ્રયત્ન કરવો જોઈએ અને મારા પાપથી બંધાયેલા કર્મનાશ માટેનો ઉપાય પ્રાયશ્ચિત્ત છે, તેથી તે જીવો પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે.
અન્ય નયની દૃષ્ટિથી કથન :
હવે નયાંતરદૃષ્ટિથી કહે છે
પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષને પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં “દુ:ખ મને ન થાઓ” એ પ્રકારનો દુ:ખદ્વેષનો ઉલ્લેખ છે, પરંતુ દુ:ખના હેતુ એવા કર્મના દ્વેષનો ઉલ્લેખ નથી એ રૂપ નયાંતરની દૃષ્ટિ છે.
૧૧૧
અહીં પ્રશ્ન થાય કે “અસુખ મને ન થાઓ” એ પ્રકારનો ઉલ્લેખ પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં દુઃખના દ્વેષરૂપ હોય તો કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં, પરંતુ દુઃખનાશમાં મુખ્ય પ્રયોજનત્વ સિદ્ધ થશે. અને પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં કર્મનાશ મુખ્યપ્રયોજન નથી તેમ સ્વીકારીએ તો મોક્ષાર્થક પ્રવૃત્તિમાં પણ કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં, પરંતુ સંસારના દુઃખનાશમાં મુખ્યપ્રયોજનત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org