________________
૧૧૦
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨ કરનાર પુરુષને પોતાના કરાયેલા પાપજન્ય દુઃખ પ્રત્યેના દ્વેષનો “દુઃખ મને ન થાઓ” એ ઉલ્લેખ છે.
અહીં પ્રશ્ન થાય કે, “દુ:ખ મને ન થાઓ” એ સ્થાનમાં આગામી દુઃખના દ્વેષનો ઉલ્લેખ હોય તો પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પાપજન્ય કર્મનાશમાં પ્રયત્ન છે તેમ કહી શકાય નહીં અને તેમ સ્વીકારીએ તો કર્મનાશમાં મુખ્ય પ્રયોજન સિદ્ધ થાય નહીં. તેથી કહે છે
मुख्यप्रयोजना इति भावः ।। પ્રાયશ્ચિત્તાદિમાં દુઃખનાશ અર્થે જે પ્રવૃત્તિ છે ત્યાં પણ મુખ્ય પ્રયોજન અવિષયક ઇચ્છા અવિષયત્વરૂપે કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ અવિરુદ્ધ છે, એ પ્રકારનો ભાવ છે. ૨૨ા * ‘અન્યત્રાપિ=પ્રાયશ્વિત્તાવિસ્થોપિ' અહીં ‘પિ’થી એ કહેવું છે કે મોક્ષ અર્થે પ્રવૃત્તિ તો દુ:ખના દ્વેષથી કર્મનાશમાં છે, પરંતુ પ્રાયશ્ચિત્તમાં પણ પ્રવૃત્તિ દુઃખના દ્વેષથી પાપજન્ય કર્મના નાશમાં છે.
* ‘પ્રાયશ્ચિત્તાસ્થિને’
અહીં ‘આ’િથી પ્રવ્રજ્યાદિનું ગ્રહણ કરવું.
...
ભાવાર્થ:
પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે જીવની પ્રવૃત્તિ
:
શ્લોક-૨૦/૨૧માં સ્થાપન કર્યું કે, કર્મનાશમાં જીવ પ્રયત્ન કરે છે અને કર્મનાશની પ્રવૃત્તિ દ્વેષયોનિથી થાય છે માટે કર્મનાશ પુરુષાર્થરૂપ છે, તે રીતે પ્રાયશ્ચિત્તાદિમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે પ્રવૃત્તિ થાય છે. તે સ્પષ્ટ કરતાં બતાવે છે
Jain Education International
—
કોઈક જીવથી કોઈક પાપ થયું હોય અને આગામી કાળમાં આ પાપના ફળરૂપે મને દુઃખની પ્રાપ્તિ થશે, તેવી બુદ્ધિ થાય ત્યારે ‘મને આગામી કાળમાં દુઃખ ન થાઓ' એ પ્રકારના આશયથી જીવ પ્રાયશ્ચિત્તાદિમાં પ્રવૃત્તિ કરે છે તે વખતે આગામી દુઃખ વર્તમાનમાં વિદ્યમાન નથી, તેથી તેના નાશ માટે વર્તમાનમાં પ્રયત્ન થઈ શકે નહિ, તોપણ આગામી કાળમાં દુ:ખની પ્રાપ્તિનું કારણ એવું કર્મ મારી પાપની પ્રવૃત્તિથી બંધાયેલું છે, તેવો બોધ થવાને કારણે ‘આગામી કાળમાં મને તે પાપજન્ય દુઃખ ન થાઓ' એવા પ્રકારના આશયથી પ્રાયશ્ચિત્તાદિ ક૨ના૨ની પ્રવૃત્તિ છે તે બતાવવા અર્થે કહે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org