________________
૧૨૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨પ-ર૬ તનુવિદ્ધ ... સુષ્કૃધ્યતે || તેનાથી અનુવિદ્ધ દુ:ખનાશના ઉપાયમાંe ગુણહાનિથી અનુવિદ્ધ દુઃખના નાશના ઉપાયમાં, અનિષ્ટઅનુબંધિપણાના જ્ઞાનને કારણે વિચારકની પ્રવૃત્તિનો અયોગ છે. તેથી ગુણહાનિ અનિષ્ટ છે તેથી, આ આગળમાં કહેવાશે એ, સુંદર કહેવાયું છે. રિપા ભાવાર્થ - સુખના અભાવ અને દુ:ખના અભાવ દ્વારા સમાન આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મુક્તિમાં વૃથા પરિશ્રમ :
નૈયાયિકો મોક્ષને સુખના અભાવ અને દુઃખના અભાવરૂપે સ્વીકારે છે અને તેવો મોક્ષ સ્વીકારવામાં આવે તો સમાન આય-વ્યયની પ્રાપ્તિ છે અર્થાત્ જીવને જેમ દુઃખનો અભાવ ઇષ્ટ છે તેમ સુખ ઇષ્ટ છે. આમ છતાં, મુક્તિની પ્રાપ્તિ સાથે ઇષ્ટ એવા સુખનો વ્યય પ્રાપ્ત થાય છે, તેથી જેમ ઇષ્ટ એવા દુઃખના અભાવનો આય થાય છે, તેમ ઇષ્ટ એવા સુખનો વ્યય થાય છે. માટે વિચારકનો મુક્તિવિષયક પરિશ્રમ વૃથા=ફોગટ છે; કેમ કે જે પરિશ્રમથી સુખરૂપ ગુણની હાનિ થાય છે તે પરિશ્રમ અનિષ્ટરૂપ છે. સુખહાનિથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થવાથી વિચારકની પ્રવૃત્તિનો અયોગ :કેમ ગુણની હાનિ અનિષ્ટ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સુખની હાનિથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં વિચારકને અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થાય છે અર્થાત્ સુખનાશ મને અનિષ્ટ છે, તેના ફળવાળી આ પ્રવૃત્તિ છે, તેવું જ્ઞાન થાય છે, તેથી વિચારક પુરુષને જેમાં અનિષ્ટપણાનું જ્ઞાન હોય તેમાં પ્રવૃત્તિ થાય નહીં.
જીવને સુખનાશ અનિષ્ટ છે, તેથી આગળમાં કહેવાશે તે સુંદર કહેવાયું છે. રિપો અવતરણિકા :
શ્લોક-રપમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સુખના અભાવસ્વરૂપ અને દુઃખના અભાવસ્વરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે તો મુક્તિવિષયક પરિશ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org