________________
૧૧૫
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૩ છે અને એમ સ્વીકારવાથી મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે; કેમ કે અન્ય ઇચ્છાને આધીન જે ઇચ્છાનો વિષય હોય તે સ્વતઃ પુરુષાર્થ બને નહીં, પરંતુ કોઈ ઉપાધિ વગરની ઇચ્છાનો વિષય હોય તે સ્વતઃ પુરુષાર્થ બને. વળી, સુખ અને દુઃખનો નાશ તે બંને સ્વતઃ ઇચ્છાના વિષય છે, માટે તેમાં સ્વતઃ પુરુષાર્થતા છે, અને કર્મનાશમાં સ્વતઃ પુરુષાર્થતા નથી; કેમ કે દુઃખનાશની ઇચ્છાથી કર્મનાશમાં પ્રવૃત્તિ છે પરંતુ સ્વતઃ પ્રવૃત્તિ નથી, એમ તૈયાયિક કહે છે અને એ પ્રમાણે કહીને તૈયાયિકને એ કહેવું છે કે, દુઃખના નાશરૂપ મોક્ષ છે એમ કહેવું ઉચિત છે, પરંતુ સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ છે એમ કહેવું ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિદ દુખપણું હોવાથી દુઃખલયસ્વરૂપ કર્મક્ષયનો નૈયાયિકની નીતિથી પણ મુખ્યપ્રયોજનપણાનો અનપાય -
કર્મોનું શક્તિથી મુખ્યદુઃખપણું છે, એમ સ્વીકારવામાં આવે ત્યારે સ્યાદ્વાદમાં શું બાધ છે ? અર્થાત્ કોઈ બાધ નથી; કેમ કે સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિત્ દુઃખપણું છે.
આશય એ છે કે આત્માને ચાર ગતિઓમાં જે દુઃખોની પ્રાપ્તિ થાય છે તે દુઃખોની પ્રાપ્તિ કરાવવાની શક્તિ કર્મોમાં છે, તેથી જે કર્મોમાં દુઃખનિષ્પત્તિની શક્તિ હોય તેમાં મુખ્યદુઃખત્વ છે તેમ સ્વીકારીએ તો કર્મક્ષયમાં પણ સ્વતઃ પુરુષાર્થતા સંગત થાય છે અને સ્યાદાદી દુઃખના હેતુ એવા કર્મોનો દુ:ખ સાથે કથંચિત્ અભેદ સ્વીકારે છે, તેથી જેમ દુઃખક્ષયરૂપ મોક્ષ છે એમ સ્વીકારવાથી મોક્ષમાં મુખ્ય પુરુષાર્થની સંગતિ છે તેમ કર્મક્ષયરૂપ મોક્ષ કહેવાથી પણ મુખ્ય પુરુષાર્થતાની સંગતિ થાય છે, કેમ કે દુઃખના હેતુ એવા કર્મોનો તેના કાર્યભૂત એવા દુઃખ સાથે અભેદ કરીએ અને કર્મનાશને ઇષ્ટ સ્વીકારીએ ત્યારે દુઃખની શક્તિરૂપે જ કર્મનાશ ઇષ્ટ બને છે અર્થાત્ દુઃખક્ષયરૂપે જ કર્મક્ષય ઇષ્ટ બને છે અને દુઃખક્ષયરૂપે કર્મક્ષયને ઇષ્ટ સ્વીકારીએ તો તૈયાયિકની નીતિથી પણ કર્મક્ષયમાં મુખ્યપ્રયોજનપણાનો બાધ આવતો નથી; કેમ કે જેમ તૈયાયિક દુઃખના નાશરૂપ મુક્તિને સ્વીકારીને દુઃખનાશને મુખ્યપ્રયોજન સ્વીકારે છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org