________________
૧૧૬
મુક્તિવાચિંશિકા | શ્લોક-૨૩-૨૪ દુ:ખનાશરૂપે કર્મક્ષયરૂપ મોક્ષને સ્વીકારવાથી દુ:ખક્ષયરૂપ મુખ્યપ્રયોજન– કર્મક્ષયમાં પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, સંપૂર્ણ કર્મક્ષય મોક્ષ છે, એમ સ્વીકારવાથી કર્મક્ષયત્વરૂપ ધર્મથી મોક્ષાર્થક જીવોની કર્મનાશમાં પ્રવૃત્તિ છે એમ પ્રાપ્ત થાય અને તેમ
સ્વીકારવાથી કર્મક્ષયમાં દુઃખક્ષયત્વરૂપ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે – રૂપાંતરથી તત્ત્વનું અપ્રયોજકપણું –
રૂપાંતરથી દુઃખક્ષયત્વરૂપ ધર્મ કરતાં અન્ય ધર્મથી, તત્ત્વનું મુખ્યપ્રયોજનત્વનું, મુક્તિઅર્થક પ્રવૃત્તિમાં અપ્રયોજકપણું છે.
આશય એ છે કે, મોક્ષ અર્થે પ્રવૃત્તિ કરનારા જીવો સંસારના દુઃખના નાશના આશયથી કર્મલયમાં પ્રવૃત્તિ કરે છે. જો કર્મો દુઃખના કારણ ન હોય તો મોક્ષના અર્થી જીવોને કર્મનાશ કરવાનું કોઈ પ્રયોજન નથી, તેથી નક્કી થાય છે કે, દુઃખક્ષયત્વધર્મથી જ મોક્ષાર્થી જીવોની કર્મનાશ અર્થે પ્રવૃત્તિ છે, પરંતુ દુઃખક્ષયત્વધર્મથી અન્ય એવા કર્મક્ષયત્વાદિધર્મથી કર્મક્ષયમાં મુખ્યપ્રયોજન– સ્વીકારવાનું કોઈ પ્રયોજન નથી. ll૨૩ અવતરણિકા:
ગ્રંથકારશ્રીએ કૃસ્તકર્મક્ષયરૂપ મોક્ષ કહ્યો અને તૈયાયિક દુઃખના વાશરૂપ’ મોક્ષ સ્વીકારે છે. તેથી તૈયાયિક સ્યાદ્વાદીને કહે છે કે, તમારા મનમાં કર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી સ્વતઃ પુરુષાર્થની પ્રાપ્તિ થશે નહીં. તેનું સમાધાન શ્લોક-૨૩માં કર્મોની સાથે દુઃખતો કથંચિત્ અભેદ કરીને ગ્રંથકારશ્રીએ કર્યો. હવે દુખક્ષયની ઇચ્છાથી દુઃખતા કારણ એવા કર્મના નાશની ઈચ્છા છે તેવી ઇચ્છામાત્રથી મોક્ષ માટે પ્રવૃતિ નથી, પરંતુ સર્વ દુખથી રહિત એવા પૂર્ણ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરવા અર્થે “વિશ્વ' કહે છે – બ્લોક :
स्वतः प्रवृत्तिसाम्राज्यं किञ्चाखण्डसुखेच्छया। निराबाधं च वैराग्यमसगे तदुपक्षयात्।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org