________________
૧૦૭
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-ર૧ અનુસૂત=અખંડ એકઉપયોગ છે.
વળી, જેમને સંસારના ઉચ્છેદનો ઉપાય જ્ઞાનાદિ છે એવો સ્થિર નિર્ણય થાય છે તેઓ સતત સંસારના ઉચ્છેદના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેઓનો તે પ્રવૃત્તિકાળમાં વર્તતો ઉપયોગ સંસાર પ્રત્યેના દ્વેષથી કર્મ પ્રત્યેના દ્રષવાળો થયો છે અને કર્મના દ્વેષના કારણે કર્મના નાશના ઉપાયની ઇચ્છાવાળો થયો છે અને કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તોપણ તેઓનો તે ઉપયોગ ક્રમિકસ્વભાવવાળો છે=વ્યવધાન વગર ક્રમસર તે એક અખંડ ઉપયોગ વર્તે છે. માટે તે ઉપયોગ ક્રમિકસ્વભાવવાળો છે. તેથી તે ચારેય ભાવોથી સંવલિત એવો તેમનો જ્ઞાનાદિ વિષયક પ્રવૃત્તિનો ઉપયોગ છે. સારાંશ :
દુઃખનો દ્વેષ
છે તેનાથી દુઃખના હેતુભૂત કર્મોનો દ્વેષ
છે તેનાથી દુઃખના ઉપાયના નાશના હેતુભૂત જ્ઞાનાદિમાં ઇચ્છા.
- તેનાથી
જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ. (૧) દુઃખનો દ્વેષ, તેનાથી (૨) દુઃખના હેતુભૂત કર્મનો ષ, તેનાથી (૩) દુઃખના હેતુભૂત કર્મના નાશના ઉપાયની ઇચ્છા, તેનાથી (૪) દુઃખના હેતુભૂત કર્મનાશના હેતુભૂત જ્ઞાનાદિ રત્નત્રયીમાં પ્રવૃત્તિ. આ રીતે ચારે વચ્ચે અનુસૂત એકઉપયોગ હોવા છતાં
હેતુ-હેતુમભાવની પ્રાપ્તિ અપરિપક્વ અવસ્થામાં (1) પરિપક્વ અવસ્થામાં ચારેનો અક્રમિક એકઉપયોગ ચારેનો ક્રમિક એકઉપયોગ. ર૧થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org