________________
૭૫
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૩-૧૪
અર્થે કર્મબંધના કારણીભૂત ભાવમળના ઉચ્છેદ માટે પ્રયત્ન થાય છે. તેથી ભાવમળનો ઉચ્છેદ પ્રયત્નનો વિષય બને છે અને તેના ફળરૂપે કર્મબંધ અટકે છે અને કર્મબંધ અટકવાને કારણે પૂર્વની કર્મયુક્ત અવસ્થાથી ઉત્તરમાં કર્મયુક્ત અવસ્થા સંસારમાં જે ઉત્પન્ન થતી હતી તે અવસ્થાનો મુક્તઅવસ્થામાં અનુત્પાદ થાય છે. તોપણ કર્મયુક્ત અવસ્થાથી કર્મરહિત અવસ્થાવાળા આત્માની ઉત્પત્તિ થાય છે. જ્યારે બૌદ્ધમતાનુસાર તો પૂર્વના ચિત્તની નિવૃત્તિ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ છે તેમ તેઓ સ્વીકારે છે અને તે અનુત્પાદ પ્રયત્નનો વિષય બનતો નથી; કેમ કે વર્તમાનમાં જે કર્મબંધની યોગ્યતા છે તેના નિવર્તનમાં યત્ન થઈ શકે પરંતુ ભાવિ અનુત્પાદ માટે વર્તમાનમાં કઈ રીતે પ્રયત્ન થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. માટે બૌદ્ધદર્શનને અભિમત એવી મુક્તિને અપુરુષાર્થરૂપે સ્વીકા૨વાની આપત્તિ આવે. I૧૩||
અવતરણિકા :
ચાર્વાકદર્શનને માન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે -
-
શ્લોક ઃ
सात्महानमिति प्राह चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा । । १४ ।।
અન્વયાર્થ :
આત્મજ્ઞાન=આત્મહાતરૂપ, સા=તે=મુક્તિ છે, કૃતિ=એ પ્રમાણે, ચાર્વાદ:= ચાર્વાક, પ્રાદ=કહે છે, તુ તત્=વળી તે=ચાર્વાકનું વચન, પાખને=પાપ માટે છે, તસ્વ જ્ઞાતુમશયા કેમ કે તેનો-આત્માનો, ત્યાગ કરવા માટે અશક્યપણું છે, તથા=અને, તવનુઘેશતઃ–તેનું અનુદેશપણું છે=આત્માના હાનનો અનભિલાષ છે. ।।૧૪।।
શ્લોકાર્થ ઃ
આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે ચાર્વાક કહે છે તે પાપ માટે છે; કેમ કે આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે અને આત્માના હાનનો અનભિલાષ છે. ।।૧૪।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org