________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪-૧૫ મુક્તિ માને છે તેઓ દુઃખના નાશ અર્થે પ્રયત્ન કરે છે, પરંતુ આત્મનાશના અભિલાષથી કોઈ પ્રવૃત્તિ કરતું નથી. માટે ચાર્વાકમાન્ય આત્મહાનરૂપ મુક્તિ છે તેમ માનવું ઉચિત નથી. વિશેષાર્થ :
નરકના જીવોને અત્યંત દુઃખ હોય છે, તેમ કોઈ મનુષ્યને પણ કોઈક પ્રકારનું અત્યંત શારીરિકાદિ દુઃખ હોય અને તે દુઃખથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય જણાય નહિ ત્યારે તેને પોતાના નાશનો અભિલાષ થાય છે અર્થાત્ પોતાના મૃત્યુનો અભિલાષ થાય છે, પરંતુ જે જીવોને તેવી કોઈ પીડા નથી તેવા જીવો તો જીવવાની જ ઇચ્છાવાળા હોય છે. આમ છતાં સંસારમાં પરિભ્રમણના સ્વરૂપનો વિચાર કરીને સંસારના પરિભ્રમણની વિડંબણા રહિત એવા મોક્ષ અર્થે જે જીવો પ્રયત્ન કરે છે, તે જીવો આત્મહાનના અભિલાષથી કરતા નથી, પરંતુ સંસારના દુઃખથી મુક્ત થવા માટે સાધના કરે છે અથવા મોક્ષ પૂર્ણ સુખમય છે, તેવો બોધ થવાથી મોક્ષ અર્થે પ્રવૃત્તિ કરે છે. માટે આત્મહાનનો અભિલાષ મોક્ષનો ઉદ્દેશ નથી અને મોક્ષ અર્થે થતી પ્રવૃત્તિનો વિઘટક એવો ચાર્વાકમતનો ઉપદેશ છે, માટે તેમનું વચન સાંભળવું તે પણ પાપરૂપ છે. ૧૪ અવતરણિકા :
તૌતાતિતમતમાચ મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક -
नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः ।
नित्यत्वं चेदनन्तत्वमत्र तत्संमतं हि नः।।१५।। અન્વયાર્થ:
નિત્યEસુવ િ=નિત્ય અને ઉત્કૃષ્ટ સુખની વ્યક્તિ અર્થાત્ અભિવ્યક્તિ, (મુરિ=મુક્તિ છે). તિ એ પ્રમાણે, તોતાતિતા =તીતાતિતમતવાળા, ન=કહે છે, ત્ર=અહીં=તીતાતિતમતમાં, નિત્યત્વમ્ સનત્તત્વ વે તજો નિત્યપણું અનંતપણું છે તો, ના=અમને જૈનદર્શનકારવે, દિકનિશ્ચિત=નક્કી, સંમત=સંમત છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org