________________
૮૬
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૭ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે –
વસ્થિતૈઃ ... સધ્યત્વા, અવસ્થિતિ હોવાને કારણે=વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાને કારણે, અસાધ્યપણું છે.
અહીં વેદાંતી કહે કે, અવિદ્યાની નિવૃત્તિકાળપૂર્વમાં વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મ વિદ્યમાન હોવા છતાં અવિદ્યાને કારણે=અજ્ઞાનને કારણે, પૂર્વમાં પોતે વિવિક્ત નથી તેવો ભ્રમ છે, માટે તેવા બ્રહ્મને નિષ્પન્ન કરવા માટે પ્રયત્ન થાય છે, તેથી વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું અસાધ્યપણું છે તેમ કહી શકાય નહીં. તેના નિવારણ માટે કહે છે –
dhત ... તિ માવઃ કંઠગતચામીકરચાયથી=કંઠમાં રહેલી સુવર્ણની માળાના વ્યાયથી, ભ્રમ વડે જ ત્યાં મુક્તિમાં, પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંત પર્ષદામાં કહેલું શોભે છે, એ પ્રકારનો ભાવ છે. II૧૭ના ભાવાર્થ :વેદાંતીઓને માન્ય મુક્તિનું સ્વરૂપ :અવિધાની નિવૃત્તિકાળમાં વર્તતી વિવિક્તતા કેવળ આત્માનું અવસ્થાન, એ મુકિત -
વેદાંતદર્શનવાદી આત્માને કૂટનિત્ય માને છે અને કહે છે કે, સંસારઅવસ્થામાં પણ કેવળ આત્મા છે અને મુક્ત અવસ્થામાં પણ કેવળ આત્મા છે, આમ છતાં અજ્ઞાનરૂપ અવિદ્યાની નિવૃત્તિકાળમાં વિવિક્તતા છે=કેવળ આત્માનું અવસ્થાન છે, તે મુક્તિ છે અને અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વે કેવળ આત્માનું અવસ્થાન છે તે સંસાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાના કારણે અસાધ્યપણું -
વેદાંતીઓએ ઉપરમાં જે કહ્યું કે તેમનો મત યુક્ત નથી; કેમ કે અજ્ઞાનની નિવૃત્તિના કાળ પૂર્વે પણ વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મ વિદ્યમાન છે. ફક્ત વિદ્યમાન એવા પણ તે વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું અજ્ઞાન હોવાના કારણે પૂર્વમાં મુક્તિ નથી તેમ કહેવામાં આવે તો મુક્તિ પ્રયત્નથી સાધ્ય છે તેમ કહેવાય નહીં; કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org