________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯-૨૦
અનંતજ્ઞાન અને અનંતસુખ અભિવ્યક્ત થાય છે અને શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ સ્વીકારવામાં આવે તો શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ આવે.
અહીં પૂર્વપક્ષી કહે કે શરાવાદિ પ્રદીપાદિના જનક નથી માટે શરાવાદિના અભાવમાં પ્રદીપાદિનો અભાવ પ્રાપ્ત થાય નહીં અને શરીર જ્ઞાન-સુખાદિનું જનક છે માટે શ૨ી૨ના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે
——
૯૭
પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે તેવા પ્રકારના પ્રદીપની પરિણતિના જનક શરાવાદિ ન હોય તો શરાવાદિ પ્રદીપના આવારક પણ કહી શકાય નહીં.
આશય એ છે કે, પ્રદીપ ઉપર શરાવાદિ મૂકવાથી આખા ઘરમાં પ્રકાશ કરવાની શક્તિનો અવરોધ થાય છે અને પરિમિત સ્થળમાં પ્રદીપ પ્રકાશને કરે તેવી પરિણતિના જનક શરાવાદિ છે તેમ માનવું પડે અને તેમ ન સ્વીકારીએ તો શરાવાદિને પ્રદીપનું આવા૨ક કહી શકાય નહીં.
આનાથી એ ફલિત થાય છે કે, આત્મા સર્વ જ્ઞેયભાવોને જાણી શકે તેવી જ્ઞાનશક્તિવાળો છે અને જેમ - શરાવાદિ પ્રદીપની પ્રકાશશક્તિનો અવરોધ કરીને પરિમિત પ્રકાશશક્તિના જનક છે. તેમ - શરીર, ઇંદ્રિયાદિ આત્માની તે જ્ઞાનશક્તિના આવારક બનીને પરિમિત શેયનું પ્રકાશન કરી શકે તેવી જ્ઞાનશક્તિના જનક છે.
સંગ્રહનયથી સુખરૂપ મુક્તિ છે અને તે સુખ એ જ્ઞાનસ્વરૂપ અને દુઃખાભાવ સ્વરૂપ જ છે. એથી અહીં કહ્યું કે શરાવના અપગમમાં પ્રદીપની જેમ જીવનો પણ વિશિષ્ટપ્રકાશ-સ્વભાવ=વિશિષ્ટ એવા જ્ઞાનસ્વરૂપ સુખસ્વભાવ, અયત્નસિદ્ધ છે. ॥૧૯॥
Jain Education International
અવતરણિકા :
સ્યાદ્વાદની દૃષ્ટિવાળા સર્વ તયોને સામે રાખીને વ્યવહારનયની મુખ્યતાથી મોક્ષનું સ્વરૂપ કેવું છે તે શ્લોક-૧૮માં બતાવ્યું. ત્યારપછી પૃથક્ પૃથક્ નયોથી મોક્ષના સ્વરૂપની અભિવ્યક્તિ બતાવતાં પ્રથમ ઋજુસૂત્રાદિ નયો
For Private & Personal Use Only
www.jainelibrary.org