________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૦ પ્રયત્ન ન કરવામાં આવે તો કર્મનો ક્ષય થતો નથી. એ પ્રકારના અવયવ્યતિરેકના અનુસરણથી, તેની પ્રવૃત્તિ છેઃકર્મક્ષયની પ્રવૃત્તિ છે.
જે રીતે વસ્ત્રના પરિવારમાં પ્રયત્ન થાય છે તે રીતે કર્મક્ષયને અનુકૂળ સાક્ષાત્ પ્રયત્ન થઈ શકે તેમ દેખાતું નથી, તેથી સાક્ષાત્ શેમાં પ્રયત્ન કરવાથી પરંપરાએ કર્મક્ષયમાં પ્રયત્ન થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે –
જ્ઞાનાવીનાં.. સપ્રવૃત્તિ, જ્ઞાનાદિના કર્મક્ષયમાં તેના=જ્ઞાનાદિના, અવયવ્યતિરેકનું અનુવિધાન છે-અવય-વ્યતિરેકનું અનુસરણ છે, અને આ રીતે પૂર્વમાં કહ્યું કે, જ્ઞાનાદિમાં પ્રયત્ન કરવાથી કર્મોનો ક્ષય થાય છે એ રીતે, કર્મક્ષયનું મુક્તિપણું સ્વીકાર કરાયે છતે મુક્તિનું અપુરુષાર્થપણું થશે એમ ન કહેવું; કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે દ્વેષ છે કારણ જેને એવી કર્મનાશની પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે દ્વેષને કારણે મોક્ષમાં પ્રવૃત્તિ છે એમ સ્વીકારવાને કારણે મોક્ષ પુરુષાર્થરૂપ છે તે કેમ સિદ્ધ થાય ? તેથી કહે છે –
સાક્ષાત્ ... વિરોથાત્ | સાક્ષાત્ દુઃખના હેતુના નાશના ઉપાયની ઈચ્છાતા વિષયપણાને કારણે પરમપુરુષાર્થપણાનો અવિરોધ છેઃકર્મો જીવને સાક્ષાત્ ચાર ગતિના ભ્રમણરૂપ દુઃખના હેતુ છે તેના નાશના ઉપાયભૂત એવા આત્માના અસંગભાવમાં યોગીની ઈચ્છા વર્તે છે તે ઇચ્છાનો વિષય કર્મનાશ છે તેથી કર્મકાશમાં પરમપુરુષાર્થપણાનો અવિરોધ છે. ૨૦| ભાવાર્થવ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિઃ
વ્યવહારનયથી કર્મોનો ક્ષય મુક્તિ છે તેમ કહ્યું ત્યાં અર્થથી સંપૂર્ણ કર્મક્ષય મુક્તિ છે એવો અર્થ જાણવો; કેમ કે સર્વ કર્મોના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ છે.
અહીં કર્મોના ક્ષયનું વિશેષણ ‘પ્રયત્નસાધ્ય” છે એમ કહ્યું એ વિશેષણ વ્યાવર્તકવિશેષણ નથી પરંતુ સ્વરૂપઉપરજકવિશેષણ છે; કેમ કે વ્યાવર્તકવિશેષણ સ્વીકારીએ તો કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે અને અપ્રયત્નસાધ્ય પણ છે તેમ
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org