________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૦ માનવું પડે. વસ્તુતઃ સંપૂર્ણ કર્મોનો ક્ષય મુક્તિ છે અને તે કર્મોનો ક્ષય પ્રયત્ન વગર થતો નથી તે બતાવવા માટે ‘પ્રયત્નસાધ્ય' વિશેષણ આપ્યું છે. અથવા મહાપ્રલયકાળમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એમ જે નૈયાયિકો માને છે તેના નિવારણ માટે કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ બતાવેલ છે. અન્વય-વ્યતિરેકના અનુસરણથી કર્મક્ષયની પ્રવૃત્તિ હોવાથી પ્રયત્નસાધ્ય કર્મક્ષય -
૧૦૦
અહીં પ્રશ્ન થાય કે કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે, તેમ કેમ કહી શકાય ? આશય એ છે કે બંધાયેલું કર્મ ઉદયમાં આવીને ક્ષય પામે છે તેમ કૃત્સ્નકર્મક્ષય પણ=સંપૂર્ણ કર્મક્ષય પણ, ઉદયમાં આવીને ક્ષય થાય છે તેમ ન સ્વીકારતાં કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે
પ્રયત્ન અને કર્મ વચ્ચે અન્વય-વ્યતિરેકનું અનુવિધાન હોવાથી કર્મક્ષયની પ્રવૃત્તિ છે અર્થાત્ જ્યાં જ્યાં કર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન થાય છે ત્યાં ત્યાં કર્મક્ષય થાય છે અને જ્યાં જ્યાં કર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન થતો નથી ત્યાં ત્યાં કર્મક્ષય થતો નથી એ પ્રકારના અન્વય-વ્યતિરેકના અનુસરણથી કર્મક્ષયની પ્રવૃત્તિ છે માટે કર્મક્ષય પ્રયત્નથી સાધ્ય છે.
-
કર્મોના ક્ષયમાં જ્ઞાનાદિના અન્વય-વ્યતિરેકનું અનુસરણ હોવાથી પ્રયત્નસાધ્ય કર્મક્ષય -
અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રને દૂર કરવા માટે જેમ પ્રયત્ન થતો દેખાય છે તેમ કર્મનાશ માટેનો પ્રયત્ન થતો દેખાતો નથી, તેથી પ્રયત્નથી કર્મનાશ થાય છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -
જ્ઞાનાદિના આવારક એવા કર્મોના ક્ષયમાં જ્ઞાનાદિના અન્વય-વ્યતિરેકનું અનુસરણ છે=જેમ જેમ જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રમાં ઉદ્યમ કરે છે તેમ તેમ જ્ઞાનાદિના આવા૨ક એવા કર્મોનો નાશ થાય છે. તેથી તે તે જ્ઞાનાદિ ગુણો પોતાનામાં પ્રગટ થતા પ્રત્યક્ષથી દેખાય છે. માટે નક્કી થાય છે કે, જ્ઞાનાદિમાં કરાયેલો યત્ન તે તે ગુણના બાધક એવા તે તે કર્મનાશરૂપ ફળવાળો છે, તેથી કર્મોનો નાશ પ્રયત્નસાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org