________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૯
૫ ક્ષણો સાથે સત્તાનો તાદાસ્યભાવ છે. માટે સિદ્ધઅવસ્થામાં જ્ઞાન-સુખાદિ ભાવો સદા વર્તે છે તોપણ તે જ્ઞાન-સુખાદિની સત્તા દરેક ક્ષણો સાથે તાદાસ્યભાવરૂપ હોવાથી જ્ઞાન-સુખાદિ પણ ક્ષણરૂપ રહેનારા ધર્મો છે અને જેમ દીપકલિકા પ્રતિક્ષણ તત્સદૃશ નવી દીપકલિકાને ઉત્પન્ન કરે છે અને પૂર્વની દીપકલિકા નાશ પામે છે, તેમ સિદ્ધઅવસ્થામાં પણ જ્ઞાન-સુખાદિ ભાવો પ્રતિક્ષણ તત્સદૃશ જ્ઞાન-સુખાદિ ભાવોને નિષ્પન્ન કરીને નાશ પામે છે. માટે મુક્તઅવસ્થામાં જ્ઞાન-સુખાદિની પરંપરા સદા વર્તે છે.
વસ્તુતઃ પ્રતિક્ષણના જ્ઞાનનો અનુભવ પોતાને થાય છે અને તે અનુભવ ક્વચિત્ સદશ હોય તો કદાચિત્ વિસદશ પણ હોય, પરંતુ વર્તમાન ક્ષણમાં વેદન થતું જ્ઞાન છે તેના કરતાં અન્ય ક્ષણનું જ્ઞાનનું વેદન જુદું જ છે. તે રીતે સુખ પણ પ્રતિક્ષણ અન્ય અન્ય જ છે. ફક્ત સિદ્ધના જીવોને વર્તમાન ક્ષણમાં જે સુખનો અનુભવ છે તત્સદશ જ બીજી ક્ષણમાં પણ અનુભવ છે, છતાં તે બંને અનુભવો એક નથી, પૃથક છે. આથી જ સંસારી જીવને પણ અનુભવથી જણાય છે કે આ પ્રકારનું સુખ અને અલ્પ સમય સુધી થયેલ અથવા ઘણા સમય સુધી થયેલ. તેથી જ્ઞાન, સુખ અને દુઃખાભાવના વેદનથી ક્ષણપરંપરા સિદ્ધમાં સદા વર્તે છે. આ પ્રમાણે ઋજુસૂત્રાદિ નયો કહે છે. સંગ્રહનચ વડે આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ :
ઋજુસૂત્રાદિ ચાર નવોથી મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી સંગ્રહાયથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે –
સુખના આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ છે એમ સંગ્રહનય કહે છે. સંગ્રહ સંગ્રહ કરનાર હોવાથી જ્ઞાન, સુખ-દુઃખના અભાવરૂપ મુક્તિ ન કહેતાં તે સર્વનો સુખરૂપે સંગ્રહ કરીને સુખરૂપ મુક્તિ કહે છે. વળી, સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયનો ભેદ હોવાથી ઋજુસૂત્રાદિ નયોની જેમ પદાર્થને ક્ષણિક સ્વીકારતો નથી, તેથી સુખની પરંપરા મુક્તિ છે તેમ કહેતો નથી પરંતુ સુખ જ મુક્તિ છે તેમ કહે છે અને સંસારઅવસ્થામાં તે સુખ આવૃત્ત હતું અને તે સુખને આવરણ કરનાર અપેક્ષા કારણરૂપ ઇન્દ્રિયોથી સહિત દેહ અને કર્મ છે અને તે આવરણ દ્વારા જીવનો સુખસ્વભાવ આવૃત્ત થાય છે, તેથી સંસારઅવસ્થામાં જીવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org