________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯ ઋજુસૂત્રાદિ શુદ્ધનયો વડે ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર હોવાથી જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ મુક્તિનો એકસ્વરૂપે સ્વીકાર :
અહીં પ્રશ્ન થાય કે, ઋજુસૂત્રાદિ ચારેય નયો વડે મુક્તિનું સ્વરૂપ એક કેમ છે ? તેથી કહે છે
૯૪
શુદ્ધ એવા તે ચારેય નયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રને સ્વીકારે છે, તેથી અન્ય પદાર્થોની વિચારણાના સ્થળમાં તે ચારેય નયોનો ભેદ પ્રાપ્ત થતો હોવા છતાં મુક્તઅવસ્થાના સ્વરૂપમાં તે ચારેય નયોની દૃષ્ટિથી મુક્તિ જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ છે.
જ્ઞાનાદિ ભાવો ક્ષણસ્વરૂપ હોવાથી ક્ષણની સત્તાથી પણ તેની સિદ્ધિ :
ઋજુસૂત્રાદિ નયોથી જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ મુક્તિ કહી તેથી એ ફલિત થયું કે, ઋજુસૂત્રાદિ નયોના મતે જ્ઞાન-સુખાદિ ભાવો પ્રતિક્ષણ પરિવર્તન પામે છે. તેથી કોઈને શંકા થાય કે, મુક્તઅવસ્થામાં જ્ઞાન-સુખાદિ ભાવો તો સદા અવસ્થિત છે, આમ છતાં તે ભાવોને ઋજુસૂત્રાદિ નયો ક્ષણિક કેમ માને છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
જ્ઞાનાદિ ભાવો ક્ષણરૂપ છે તેની સિદ્ધિ ક્ષણની સત્તાથી પણ થાય છે.
ક્ષણસત્તાનું ક્ષણના તાદાત્મ્ય સાથે નિયતપણું
-
અહીં પ્રશ્ન થાય કે, ક્ષણની સત્તા છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે
—
ક્ષણસત્તાનું ક્ષણના તાદાત્મ્યની સાથે નિયતપણું છે અર્થાત્ દરેક પદાર્થની સત્તા તે તે ક્ષણ સાથે તાદાત્મ્યભાવવાળી છે.
ક્ષણસ્વરૂપ પદાર્થમાં તે પ્રકારે દર્શન :
અહીં પ્રશ્ન થાય કે ક્ષણની સત્તાનું ક્ષણના તાદાત્મ્ય સાથે નિયતપણું છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે -
દીપકલિકા પ્રતિક્ષણ નાશ પામે છે અને તત્સદશ નવી દીપકલિકા પ્રાપ્ત થાય છે તેથી દીપકલિકાની સત્તા એક ક્ષણભર છે અને તે દીપકલિકાની સત્તાનો તે ક્ષણ સાથે તાદાત્મ્યભાવ દેખાય છે, તેથી નક્કી થાય છે કે,
દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org