________________
૯૩
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯
થાય છે તેવા પ્રકારની પરિણતિનું શરાવાદિનું અજનકપણું હોતે છતે, શરાવાદિનું પ્રદીપના પ્રકાશના અનાવારકત્વનો=આવરણ નહિ કરવાનો, પ્રસંગ છે. ।।૧૯।।
* ज्ञानादीनां क्षणरूपताया: क्षणसत्तयापि सिद्धेः અહીં ‘પિ’થી એ કહેવું છે કે અનુભવથી તો જ્ઞાનાદિની ક્ષણરૂપતાની સિદ્ધિ છે, પરંતુ ક્ષણની સત્તાથી પણ જ્ઞાનાદિની ક્ષણરૂપતાની સિદ્ધિ છે.
* તવવામે તુ પ્રવીપત્યેવ નીવાપિ વિશિષ્ટપ્રાશસ્વમાવોયસિદ્ધ તિ – અહીં ‘પિ’થી એ કહેવું છે કે શ૨ાવના અપગમમાં પ્રદીપનો તો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્તસિદ્ધ છે, પરંતુ આવરણના અપગમમાં જીવનો પણ વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્તસિદ્ધ છે.
ભાવાર્થ:
મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ :ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ :
વ્યવહારનય આત્માને કર્મ સાથે બદ્ધઅવસ્થાવાળો માને છે, જ્યારે ઋજુસૂત્રાદિ નયો તો બે દ્રવ્યોનો પરસ્પર સર્વથા ભેદ માને છે, તેથી સંસારઅવસ્થામાં પણ જીવ અને કર્મ બે ભિન્ન દ્રવ્યો છે, તે બેનો એકત્વભાવ થાય નહીં તેમ ઋજુસૂત્રાદિ નયો સ્વીકારે છે. આમ છતાં સંસારઅવસ્થામાં આત્મા જ્ઞાનના પરિણામવાળો પણ છે, અજ્ઞાનના પરિણામવાળો પણ છે અને સુખ-દુઃખાદિના પરિણામવાળો પણ છે, પરંતુ જ્યારે સાધના કરીને મુક્ત થાય છે ત્યારે મુક્તઅવસ્થામાં અનંત જ્ઞાન વર્તે છે, અનંત સુખ વર્તે છે અને દુઃખનો અત્યંત અભાવ વર્તે છે; કેમ કે આવરણ નથી તેથી પૂર્ણ જ્ઞાન છે, દુઃખ આપાદક કર્મ નથી તેથી દુઃખનો અભાવ છે અને ઉપદ્રવ વગ૨ની ચેતના છે માટે પૂર્ણ સુખ છે. વળી, ઋજુસૂત્રાદિ નયો પર્યાયાસ્તિક નયો છે, તેથી પ્રતિક્ષણ પર્યાયોનું પરિવર્તન સ્વીકારે છે. તે બતાવવા માટે કહ્યું કે ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન, સુખાદિની ૫૨૫૨ા મુક્તિ છે. માટે પ્રતિક્ષણ જ્ઞાનનું, સુખનું અને દુઃખાભાવનું વેદન અન્ય અન્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org