________________
૮૯
મુક્તિાસિંશિકા | શ્લોક-૧૮ અને આત્મા એ બે પદાર્થોનો પરસ્પર સંશ્લેષ થવાથી જીવ સંસારી બને છે તેમ કહે છે અને સંશ્લેષણના કારણનો ઉચ્છેદ થવાથી અને વિદ્યમાન કર્મોનો નાશ થવાથી આત્મા કર્મથી મુક્ત થાય છે તેમ સ્વીકારે છે, એ કથન વ્યવહારનયનું છે, સર્વ નયોનું નથી.
જેઓ એકાંતપંડિત છે અર્થાત્ તત્ત્વને જોવામાં જેમની એકાંતે માર્ગાનુસારીબુદ્ધિ છે તેઓ સ્યાદ્વાદરૂપી અમૃતના પાનને કરનારા છે અને તેવા મહાત્માઓ વ્યવહારનયથી જે કથન કરે છે તે પણ એકાંતથી કરતાં નથી, પરંતુ વિસ્તારને પામતા એવા જે સર્વ નાયો છે તેના આશ્રયથી યુક્ત કથન કરે છે. ફક્ત વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે ત્યાં પણ અર્પિતથી અનર્પિતની સિદ્ધિ હોવાથી અન્ય નયોનું ગૌણરૂપે કથન છે.
કેમ સર્વ નયના આશ્રયવાળી દૃષ્ટિથી મુક્તિનું તેઓ કથન કરે છે ? તેમાં યુક્તિ બતાવે છે –
તે તે નયો ઉપર ચાલનાર જે છ દર્શનો છે તેના સમૂહરૂપ જૈનદર્શન છે, એ પ્રમાણે સંમતિગ્રંથમાં સ્વીકારેલ છે, તેથી એ ફલિત થાય છે કે, જેઓ એકાંતે પંડિત છે તેઓ જૈનદર્શન પ્રત્યે કે અન્ય કોઈ દર્શન પ્રત્યે પક્ષપાતવાળા નથી, પરંતુ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના પક્ષપાતી છે તેવા મહાત્માઓ એ દર્શનમાં રહેલ તે તે નયની વિસ્તારવાળી દૃષ્ટિને તે તે રીતે ગ્રહણ કરીને તે સર્વ નયની દૃષ્ટિઓનું ઉચિત રીતે પરસ્પર યોજન કરે છે. તેથી દરેક પદાર્થોનો બોધ સર્વ નયોની દૃષ્ટિથી થાય છે અને આ રીતે સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિના સ્વરૂપનો બોધ કર્યા પછી તેઓ વ્યવહારનયથી મુક્તિનું લક્ષણ કર્યા પછી સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિનું સ્થાપન કરે છે. વિશેષાર્થ :
સર્વ કર્મોનો ક્ષય' એ મુક્તિ છે એ વ્યવહારનયનું કથન છે તેવું સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. પરંતુ “કૃમ્નકર્મક્ષય' મુક્તિ છે, એ વચન વ્યવહારનયને મુખ્ય કરીને અને અન્ય નયોને ગૌણરૂપે સ્વીકારીને સર્વ નયોનો આશ્રય કરનાર છે તેથી કૃત્નકર્મક્ષયકાળમાં જ્ઞાનમય અવસ્થા, સુખમય અવસ્થા અને દુઃખના અભાવવાળી અવસ્થા તે તે નયો સ્વીકારે છે, તે સર્વ અવસ્થાનું ગૌણરૂપે ગ્રહણ છે. I૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org