________________
૯૦
અવતરણિકા :नयानेवात्राभिव्यनक्ति
-
અવતરણિકાર્ય :
અહીં=મુક્તિના વિષયમાં, નયોને અભિવ્યક્ત કરે છે –
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯
ભાવાર્થ:
શ્લોક-૧૮માં કહ્યું કે, વિસ્તારવાળા જે સર્વ નયો તેના આશ્રયવાળો એવો વ્યવહારનયનો “કૃત્સ્નકર્મક્ષય મુક્તિ” એ ઉદ્ગાર છે. આનાથી એ ફલિત થયું કે, વ્યવહારનયની પ્રધાનતાથી સર્વ કર્મના ક્ષયથી મુક્તિ છે અને સ્યાદ્વાદી વ્યવહારનયથી મુક્તિનું કથન કરે છે ત્યારે ગૌણરૂપે અન્ય નયોનો સ્વીકાર થાય છે. તેથી વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી અન્ય નયોથી મુક્તિ શું છે ? એ પ્રકારની જિજ્ઞાસા થાય, તેથી મુક્તિના વિષયમાં નયોને વ્યક્ત કરે છે.
શ્લોક ઃ
અન્વયાર્થ:
ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा ।
व्यङ्ग्यमावरणोच्छित्त्या सङ्ग्रहेणेष्यते सुखम् ।। १९ ।।
સૂત્રાલિમિ:=ઋજુસૂત્રાદિ તયો વડે, જ્ઞાનસુધાવિ પરમ્પરા=જ્ઞાન-સુખાદિની પરંપરા, (મુક્ત્તિ:=મુક્તિ, ફતે=ઇચ્છાય છે,) સપ્રશ્નેળ=સંગ્રહનયથી, ગવરોચ્છિત્ત્વા=આવરણની ઉચ્છિતિ દ્વારા, વ્યય-વ્યંગ્ય, સુલભ્=સુખ, (મુ=િ મુક્તિ), તે=ઇચ્છાય છે. ૧૯
શ્લોકાર્થ :
Jain Education International
ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ ઇચ્છાય છે. સંગ્રહનયથી આવરણની ઉચ્છિતિ દ્વારા વ્યંગ્ય સુખ મુક્તિ ઈચ્છાય
છે. ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org