________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૭-૧૮
કે જો મુક્તિ અવિદ્યમાન હોય તો તે પ્રયત્નથી સાધ્ય છે તેમ કહી શકાય.
અહીં વેદાંતી કહે કે, અવિદ્યાની નિવૃત્તિ પહેલાં પણ આત્માની વિવિક્તતા વિદ્યમાન છે તો પણ કોઈના કંઠમાં સુવર્ણની માળા હોય છતાં તેને ભ્રમ થાય કે, મારા કંઠમાં સુવર્ણની માળા નથી, તેથી સુવર્ણની માળાની પ્રાપ્તિ માટે તે જીવની પ્રવૃત્તિ થાય છે, તેમ આત્મામાં અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ વિજ્ઞાનસુખાત્મક મુક્તિ વિદ્યમાન હોવા છતાં પણ મુક્તિની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – કંઠગતચામીકર'ન્યાયથી ભ્રમ વડે જ ત્યાં પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંતપર્ષદામાં કહેલું સંગત:
વેદાંતીએ કહેલું ઉપરનું કથન બ્રાંતપર્ષદામાં શોભે છે. આશય એ છે કે, જેઓ વિચારક નથી અને દૃષ્ટાંતમાત્રથી કોઈ તેને સમજાવે, જેમ કંઠગત સુવર્ણમાળા હોવા છતાં પોતાને ભ્રમ થાય કે સુવર્ણની માળા મારા કંઠમાં નથી. તેથી તે માળાની પ્રાપ્તિ માટે તે પુરુષની પ્રવૃત્તિ થાય છે તેમ પોતે નિત્યમુક્ત છે છતાં અવિદ્યારૂપ અજ્ઞાનને કારણે મોક્ષપ્રાપ્તિ અર્થ ભ્રમથી યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે આ દૃષ્ટાંતના બળથી વેદાંતીઓના વચનને સાંભળીને ભ્રમિત થયેલા જીવોને તે વસ્તુ સંગત લાગે. વસ્તુતઃ યોગીઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે અને સંસારની વિડંબણા પ્રત્યક્ષમાં જોઈને સંસારથી ઉદ્વિગ્ન થયેલા છે અને સંસારથી પર અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો બોધ તેમને થયેલો છે, તેથી આત્માની અસુંદર અવસ્થાની નિવૃત્તિ કરીને સુંદર અવસ્થાની પ્રાપ્તિના અર્થી એવા યોગીપુરુષો ભ્રમથી મુક્તિ માટે પ્રયત્ન કરે છે તેમ કહેવું અત્યંત અસંબદ્ધ પ્રલાપ છે. I૧૭ના અવતરણિકા :
જૈનદર્શનમાત્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम्। स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः।।१८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org