________________
૭૭
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪ ભાવાર્થ - ચાર્વાકદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ - આત્મહાનરૂપ મુક્તિ -
ચાર્વાકમતાનુસાર શરીરથી અતિરિક્ત કોઈ આત્મા નથી. શરીરરૂપ આત્મા મૃત્યુ પામે છે ત્યારે તેની મુક્તિ થાય છે, તેથી તેમના મતમાં આત્માનો નાશ એ મુક્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપસ્વરૂપ :
આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપ માટે છે; કેમ કે અન્યદર્શનવાળા મોક્ષને પુરુષાર્થરૂપે સ્વીકારીને તેને સાધવાનું કથન કરે છે, જ્યારે ચાર્વાકદર્શનવાળા મોક્ષને અર્થે થતી પ્રવૃત્તિનું વિઘટન કરે છે, માટે ચાર્વાકનું તે વચન પાપસ્વરૂપ છે. આત્માના હાનરૂપ મુક્તિ નથી તેની સ્પષ્ટતા :અસત્ એવા આત્માનું નિત્યનિવૃત્તપણું હોવાથી અને સત્ એવા આત્માનું વીતરાગજમઅદર્શનવ્યાયથી નિત્યપણું હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું હોવાને કારણે આત્મહાનરૂપ મુક્તિ અસંગત – આત્માના હાનરૂપ મુક્તિ કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જો આત્મા હોય તો તેનો નાશ કરવો શક્ય નથી, તેથી કહે છે કે, જો આત્મા શરીરથી અતિરિક્ત ન હોય તો તે નિત્યનિવૃત્ત છે, તેથી તેનો નાશ થાય નહિ અને જો આત્મા હોય તો વીતરાગજન્મના અદર્શનના દૃષ્ટાંતથી આત્માનું નિત્યપણું હોવાને કારણે આત્માના સર્વથા હાનની અસિદ્ધિ છે.
આશય એ છે કે, જે જીવો જન્મે છે તેમાંથી કોઈપણ જીવ વીતરાગરૂપે જન્મ પામતો નથી, પરંતુ રાગાદિ સહિત જન્મે છે તેવું સ્પષ્ટ દેખાય છે અને વર્તમાન ભવમાં જે જે પ્રવૃત્તિ કરવાથી રાગાદિ ભાવો થાય છે તેનાં સંસ્કારો આત્મા ઉપર પડે છે તેમ દેખાય છે. આથી ફરી ફરી તેવા પ્રકારનાં રાગાદિ ભાવો થતાં દેખાય છે. અને જન્મ વખતે જે રાગાદિ ભાવો છે તે રાગાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org