________________
મુક્તિદ્વાäિશિકા | શ્લોક-૧૪ સંસ્કારો પૂર્વભવથી આવેલા છે તેમ નક્કી થાય છે, કેમ કે જો પૂર્વભવના રાગાદિના સંસ્કારો આત્મામાં ન હોય તો રાગાદિ સહિત આત્માનો જન્મ થાય નહિ અને રાગાદિ ભાવવાળો જન્મે છે માટે આત્મા આ જન્મથી પૂર્વજન્મમાં હતો તેમ
સ્વીકારવું પડે અને વર્તમાનના જન્મ પૂર્વે આત્મા હોવાથી આત્મા નિત્ય સિદ્ધ થાય અને પૂર્વભવનો આત્મા આ ભવમાં આવે છે, તેથી ભવકૃત પરિવર્તન હોવા છતાં સર્વથા તેનો નાશ થયો નથી, અને જેમ અન્ય ભવમાંથી આ ભવમાં આત્મા આવે છે તેમ આ ભવમાંથી અન્ય ભવમાં પણ આત્મા જાય છે તેમ માનવું પડે અને નિત્યઆત્માનો સર્વથા નાશ થઈ શકે નહિ, માટે કોઈ સાધના કરે તો રાગાદિ સહિત જન્મેલો આત્મા પણ રાગાદિ રહિત થાય અને મૃત્યુ પછી જન્મના કારણભૂત રાગાદિ નહિ હોવાથી ફરી જન્મ પામતો નથી તેમ યુક્તિથી સિદ્ધ થાય અને તેવો આત્મા રાગાદિ રહિત શુદ્ધ આત્મા છે એમ માનવું પડે, પરંતુ સર્વથા તેની હાનિ સ્વીકારી શકાય નહિ. પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અનભિલાષ :
અહીં પ્રશ્ન થાય કે, પૂર્વભવમાંથી આત્મા આ ભવમાં આવે છે ત્યારે પૂર્વના ભવના પર્યાયનો નાશ થાય છે, તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી વિચારીએ તો આત્માના હાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અભિલાષ કોઈને થતો નથી.
આશય એ છે કે, મોક્ષના અર્થી જીવો મોક્ષ માટે પ્રયત્ન કરે છે તે મોક્ષની નિરુપધિ ઇચ્છા છે અર્થાત્ અન્ય ઇચ્છાને આધીન ઇચ્છા નથી, પરંતુ સ્વતંત્ર ઇચ્છા છે. જેમ – સુખની ઇચ્છા કે દુ:ખનાશની ઇચ્છા એ સ્વતંત્ર ઇચ્છા છે, પરંતુ ભોગસામગ્રીની ઇચ્છા સુખની ઇચ્છાને આધીન છે અને દુઃખ આપાદક સામગ્રીના નાશની ઇચ્છા દુ:ખનાશની ઇચ્છાને આધીન છે તેમ સુખની ઇચ્છા અને દુઃખની ઇચ્છા અન્ય ઇચ્છાને આધીન ઇચ્છા નથી.
વળી, જેઓ મોક્ષને સુખરૂપ માને છે તેઓ સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રયત્ન કરે છે. જેઓ સંસારના જન્મ, જરા અને મરણના દુઃખોથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org