________________
૭૪
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૩ એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે. તેઓના મતમાં અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી એથી મુક્તિના અપુરુષાર્થપણાની આપત્તિ જ દોષ છે. ૧૩ ભાવાર્થ - બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ - અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ મુક્તિ -
કેટલાક બૌદ્ધદર્શનકાર માને છે કે, સંસારઅવસ્થામાં રાગાદિ વાસિત ચિત્તનું સંતાન ચાલે છે, તેથી પૂર્વ-પૂર્વનું ચિત્ત નિવર્તન પામે છે અને તેનાથી ઉત્તરઉત્તરનું ચિત્ત નિષ્પન્ન થાય છે તે સંસારઅવસ્થા છે અને તે સંસારઅવસ્થા જીવની વિડંબનારૂપ છે, માટે સંસારના અનર્થોથી પોતાના રક્ષણ માટે યોગી સાધના કરે છે અને જ્યારે પૂર્વના ચિત્તની નિવૃત્તિ આગળના ચિત્તના અનુત્પાદથી યુક્ત બને ત્યારે ચિત્તના સંતાનનો ઉચ્છેદ થાય છે તે મુક્તિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિના સ્વરૂપમાં અનુત્પાદ સાધ્યપણાનો આશ્રય થતો ન હોવાથી મુક્તિના અપુરુષાર્થપણાની પ્રાપ્તિ -
અગ્રિમચિત્તનો અનુત્પાદ તે સાધ્ય બની શકતું નથી; કેમ કે જે વસ્તુ ઉત્પન્ન થઈ નથી તેની ઉત્પત્તિને અટકાવવાનો પ્રયત્ન વર્તમાનમાં થઈ શકે નહિ. માટે અગ્રિમચિત્તનો અનુત્પાદ પ્રયત્નનો વિષય બને નહીં, તેથી મુક્તિને અપુરુષાર્થરૂપ સ્વીકારવાની આપત્તિ પ્રાપ્ત થાય. વિશેષાર્થ :
જૈનમતાનુસાર કર્મબંધનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. સંસારના ઉચ્છેદના અર્થી મહાત્માઓ સંસારના કારણભૂત આ પાંચે પ્રકારના ભાવમલનો ક્રમસર નાશ કરે છે અને જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે સર્વથા ભાવમળનો અભાવ હોવાથી નવો કર્મબંધ થતો અટકે છે, અને આત્મામાં પૂર્વમાં લાગેલા કર્મો ક્રમસર વિપાકમાં આવીને નાશ પામે છે. તેથી સંસારઅવસ્થાનો મુક્તઅવસ્થામાં અનુત્પાદ છે. આમ છતાં સંસારના કારણભૂત કર્મના ઉચ્છેદ
I૧ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org