________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૧-૧૨
અન્ય વિદ્વાનો ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ સ્વીકારે તો તે પ્રભુતા મદસ્વરૂપ છે અને તે મદ ક્ષય પામનાર હોવાથી મુક્તઅવસ્થામાં એકસ્વરૂપવાળી મુક્તિની અસંગતિ :
તેને ગ્રંથકારશ્રી કહે છે કે, પોતાની ઇચ્છા પ્રમાણે જગતના કાર્યો કરવામાં ઈશ્વર સ્વતંત્ર છે અને એ સ્વતંત્રપણું જો મુક્તિ છે તો ઈશ્વરની પ્રભુતા મદસ્વરૂપ છે અર્થાત્ ‘હું ધારું તેમ કાર્ય કરી શકું છું' એવી બુદ્ધિના બળથી એ પોતાનું ઐશ્વર્ય ભોગવે છે, માટે પોતાના ઐશ્વર્યનો તેને મદ છે અને આ મદ ક્ષય પામનાર છે; કેમ કે જ્યારે ઈશ્વર મદગ્રસ્ત બને છે ત્યારે પોતાની સ્વતંત્રતાના બળથી ઈશ્વર તે કાર્ય કરે છે અને જ્યારે તેવો કોઈ મદ ઈશ્વરને વર્તતો નથી ત્યારે તે પ્રવૃત્તિ કરતો નથી. તેથી મુક્તઅવસ્થામાં સદા એકપરિણામરૂપ મુક્તિ નથી, પરંતુ ક્યારેક મદનો પરિણામ વર્તે છે તો ક્યારેક મદનો પરિણામ વર્તતો નથી. આવા સ્વરૂપવાળી સ્વતંત્રતારૂપ મુક્તિ છે. આવા પ્રકારની મુક્તિ વિચારકોને અભિમત નથી.
અન્ય વિદ્વાનો કર્મનિવૃત્તિરૂપ મુક્તિ સ્વીકારે તો જૈનસિદ્ધાંત અભિમત સ્થિર એકસ્વરૂપવાળી મુક્તિની પ્રાપ્તિ :
સ્વતંત્રતારૂપ મુક્તિને સ્વીકારનારા વિદ્વાનો એમ કહે કે, કર્મની પરતંત્રતાની નિવૃત્તિરૂપ સ્વતંત્રતા એ મુક્તિ છે, તો તે અમારો જ=જૈનસિદ્ધાંતનો જ, મત છે; કેમ કે મુક્તઅવસ્થામાં કર્મકૃત થનારા ભાવો નથી અને કર્મથી મુક્ત એવો કે આત્મા સદા પોતાના એકસ્વરૂપમાં અવસ્થિત રહે છે, તેથી શાશ્વત કાળ સુધી આત્મા સ્થિર એકસ્વરૂપવાળો છે. ૧૧]
અવતરણિકા :
સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે
શ્લોક ઃ
पुंसः स्वरूपावस्थानं सेति साङ्ख्याः प्रचक्षते । तेषामेतदसाध्यत्वं वज्रलेपोऽस्ति दूषणम् । । १२ ।।
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org