________________
૭૦
મુક્તિદ્વાસિંશિકા | શ્લોક-૧૨ અન્વયાર્થ :
પુન: પુરુષનું, સ્વરૂપાવસ્થાનં સ્વરૂપમાં અવસ્થાન, સ=એ=મુક્તિ છે, રૂતિ એ પ્રમાણે, સીક્યા =સાંખ્યદર્શનકારો, પ્રવક્ષતે કહે છે, તેવા—તેઓએ= સાંખ્યદર્શનકારો, તસધ્યવંતૂષi=આનું અસાધ્યપણારૂપ દૂષણ=મુક્તિનું અસાધ્યપણારૂપ દૂષણ, વેઝન્નેપોસ્તિ વજલેપ છે. ૧થા શ્લોકાર્થ :
પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન મુક્તિ છે એ પ્રમાણે સાંખ્યદર્શનકારો કહે છે. તેઓને સાંખ્યદર્શનકારોને, મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ છે. II૧ચા ટીકા - __पुंस इति-पुंसः पुरुषस्य, स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं, सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते, तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति, एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वाद्, उपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात्।।१२।। ટીકાર્ય :
પુનઃ નિત્વા, પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન=પ્રકૃતિ અને તેના વિકારના ઉપધાનનો વિલય થયે છતે અર્થાત્ પ્રકૃતિ અને પ્રકૃતિના વિકારોનો આત્મામાં થતા આધાનનો વિલય થયે છતે, ચિત્માત્રપ્રતિષ્ઠાન અર્થાત્ જ્ઞાનમાત્રમાં જીવનું પ્રતિષ્ઠાન, તે મુક્તિ છે એ પ્રકારે સાંખ્યદર્શનકારો કહે છે. તેઓને આનું મુક્તિનું, અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ છે; કેમ કે એકાંતનિત્ય આત્મસ્વરૂપ તેનું મુક્તિનું, નિત્યપણું છે.
અહીં સાંખ્યદર્શનકાર કહે કે, આત્મા એકાંતનિત્ય હોવા છતાં આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેથી પ્રકૃતિ જે કાંઈ કરે છે તે આત્મા કરે છે તે પ્રકારનો ઉપચાર થાય છે અને જ્યારે સાધના દ્વારા વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ આદિ ભાવો પ્રકૃતિમાં વિલય પામે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org