________________
મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૧૦ જ્ઞાન ણેય અર્થોને સ્પર્શીને વર્તે છે. જેમાં શેય અર્થો પ્રતિભાસમાન ન હોય તેવું જ્ઞાન જગતમાં સંભવતું નથી. તેથી પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયને ભજનાર પામનાર, એવા ષેય અર્થોની જ્ઞાનમાં અપેક્ષા હોય અને તે જ્ઞાનના આશ્રય એવા અન્વયીદ્રવ્યરૂપ આત્મા સ્વીકારવામાં આવે તો બૌદ્ધ જે રાગાદિ રહિત એવી જ્ઞાનની સંતતિરૂપ આલયવિજ્ઞાનને મુક્તિ કહે છે, તે મુક્તિ સંગત થાય છે અને તેમ સ્વીકારવામાં અમારી=જૈનસિદ્ધાંતની, પર્યાયાર્થિકનયની દેશના વિજય પામે છે. અર્પિતનથી અનર્પિતનયની સિદ્ધિ -
આશય એ છે કે, પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ પર્યાયોથી અતિરિક્ત કોઈ દ્રવ્ય જગતમાં નથી, તેથી અન્વયીદ્રવ્યનો સ્વીકાર પર્યાયાર્થિકનયથી થાય નહીં. આમ છતાં સ્યાદ્વાદીઓ પર્યાયાસ્તિકનયનો સ્વીકાર કરે છે તેમાં ગૌણરૂપે દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર થાય છે; કેમ કે “અર્પિતનયથી અનર્પિતની સિદ્ધિ છે”=અર્પિત એવા પર્યાયાસ્તિકનયથી અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયની સિદ્ધિ છે. એ પ્રકારના તત્ત્વાર્થસૂત્રના વચનથી પર્યાયાર્થિકનયના વચનમાં પણ અનર્પિતરૂપેકગૌણભાવથી દ્રવ્યનો સ્વીકાર છે, તેથી જ્ઞાનક્ષણના આધારરૂપ અન્વયી એવું આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. નિરાવરણ જ્ઞાનમાં સર્વ જ્ઞેયનો પ્રતિભાસ :
વળી, જ્ઞાન શેયવિષયક થાય છે, તેથી આત્માને “અહં અહં'ની પ્રતીતિરૂપ આલયવિજ્ઞાનસ્વરૂપ સ્વીકારીએ તોપણ શેય એવા આત્માના પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયોનું જ્ઞાન વર્તે છે અને સ્વસિદ્ધાંત અનુસાર=જૈનસિદ્ધાંત અનુસાર, જ્ઞાન જીવનો સ્વભાવ છે અને આવરણનો અપગમ થાય ત્યારે જ્ઞાન નિરાવરણ બને છે, તેથી નિરાવરણ જ્ઞાનમાં સર્વ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે. બૌદ્ધદર્શનને માન્ય આલયવિજ્ઞાનસંતતિરૂપ મુક્તિ સ્યાદ્વાદીઓને સંમત:
વળી, બૌદ્ધદર્શનકારો પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવ રહિત આલયવિજ્ઞાનની સંતતિરૂપ મોક્ષ માને છે, તે સ્યાદ્વાદીઓને અભિમત છે. ફક્ત મોહના ઉપપ્લવ રહિત પણ જ્ઞાન શેયને જાણનાર છે અને તે જ્ઞાનનો આશ્રય આત્મા છે તે રીતે સ્યાદ્વાદી માને છે; કેમ કે સિદ્ધઅવસ્થામાં આત્મા જ્ઞાનભાવમાં સ્થિર છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org