________________
૬૪
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯-૧૦ કહે છે કે, દરેક જ્ઞાનક્ષણોનો બીજી ક્ષણમાં સર્વથા અભાવ હોય છે. તેથી સંસારની ચરમજ્ઞાનક્ષણની ઉત્તરભાવી મુક્તક્ષણમાં સંસારની ચરમ જ્ઞાનક્ષણનો સર્વથા અભાવ છે અને સર્વથા અભાવભૂત એવી સંસારની ચરમ જ્ઞાનક્ષણ આલયવિજ્ઞાનરૂ૫ ઉત્તરની જ્ઞાનક્ષણને નિષ્પન્ન કરવાના સામર્થ્યવાળી નથી; કેમ કે આયવિજ્ઞાનરૂપ જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વની જ્ઞાનક્ષણ નહીં હોવાથી અને તે ક્ષણો વચ્ચે અનુગત કોઈ સ્થિર દ્રવ્ય નહીં હોવાથી ઉત્તરની ક્ષણને પૂર્વની ક્ષણ નિષ્પન્ન કરે છે તેમ સ્વીકારી શકાય નહીં. તેથી પ્રવૃત્તિવિજ્ઞાનની ચરમ ક્ષણથી આલયવિજ્ઞાનની પ્રથમ ક્ષણ ઉત્પન્ન થાય છે, તેમ કહી શકાય નહીં. માટે બૌદ્ધમતે મુક્તિ એ કદર્થના છે. II અવતરણિકા -
બૌદ્ધમતાનુસાર મુક્તિ શું છે તે બતાવીને અવયી એવા આધારને નહિ સ્વીકારનાર બૌદ્ધમત પ્રમાણે મુક્તિ સિદ્ધ થાય નહીં, એમ શ્લોક૯માં કહ્યું. હવે જૈનમતાનુસાર પર્યાયાર્થિકાયથી બૌદ્ધ જે પ્રકારે મુક્તિ માને છે તે પ્રકારની મુક્તિ કઈ રીતે સ્વીકારવાથી સંગત થઈ શકે છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
विवर्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये। अस्यां विजयतेऽस्माकं पर्यायनयदेशना।।१०।।
અન્વયાર્થ :
વિવર્તમાનાથપેક્ષાયાં વિવર્તમાન એવા જોય અથની અપેક્ષામાં, વાળે ત્તિ અને આશ્રય હોતે છતે=જ્ઞાનક્ષણોનો આશ્રય અવયીદ્રવ્ય હોતે છતે, ચ=આમાં કહેવાયેલી મુક્તિમાં શ્લોક-૯માં બૌદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં, અમી=અમારી=જૈનદર્શનકારોની, પવન દેશના= પર્યાયનયની દેશના, વિનય વિજય પામે છે. ૧૦ || શ્લોકાર્ચ - વિવર્તમાન એવા ોય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનક્ષણોનો આશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org