________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૯ બૌદ્ધદર્શનકારો આલયવિજ્ઞાનની સંતતિરૂપ મુક્તિ સ્વીકારે છે, ત્યાં કોઈ શંકા કરે છે કે, મુક્તઅવસ્થામાં શરીરાદિ નિમિત્તનો અભાવ હોવાને કારણે જ્ઞાનની અનુપપત્તિ છે; કેમ કે જ્ઞાન ઇન્દ્રિયો અને શરીરાદિના નિમિત્તથી થાય છે. તેના નિરાકરણ અર્થે બૌદ્ધ કહે છે -
૬૨
પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તરના જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ હોવાથી શરીરાદિ નિમિત્તના અભાવમાં આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ ઃ
મુક્તઅવસ્થામાં આલયવિજ્ઞાનની સંતતિની અનુપપત્તિ છે તેમ ન કહેવું; કેમ કે પૂર્વપૂર્વવિશિષ્ટક્ષણોનું તેનું હેતુપણું છે=પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તરના જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ છે. તેથી સંસારઅવસ્થામાં જે ચરમજ્ઞાનક્ષણ છે, તે જ્ઞાનક્ષણથી વિશિષ્ટ એવી ચરમક્ષણ જ મુક્તઅવસ્થાની પ્રથમ આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ છે અને આલયવિજ્ઞાનની પ્રથમાદિ જ્ઞાનક્ષણો દ્વિતીયાદિ જ્ઞાનક્ષણો પ્રત્યે હેતુ છે. માટે શરીરાદિના નિમિત્તના અભાવમાં પણ આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ છે.
વિશિષ્ટ ભાવનાથી જ રાગાદિથી આકુલ જ્ઞાનક્ષણોના વિસભાગનો ક્ષય થવાથી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં શરીરાદિના અભાવમાં પણ જ્ઞાનની સંતતિનો સ્વીકાર :
અહીં પ્રશ્ન થાય કે, સંસારમાં ઇન્દ્રિયો, શરીર, મન આદિથી જ્ઞાનની પ્રવૃત્તિ થતી દેખાય છે, અને મુક્ત આત્માઓને શરીરાદિ નથી, છતાં ત્યાં આલયવિજ્ઞાનની સંતતિ છે. તે કેમ સ્વીકારી શકાય ? તેમાં બૌદ્ધદર્શનવાળા હેતુ કહે છે --
સંસારના નાશના અર્થ યોગીપુરુષો શાસ્ત્રથી કે ઉપદેશથી પદાર્થના ક્ષણિકપણાનો બોધ કર્યા પછી વિશિષ્ટ ભાવના કરે છે અને વિશિષ્ટ ભાવનાને કારણે સંસા૨અવસ્થામાં જે નિત્યપણાની બુદ્ધિને કારણે રાગાદિ ભાવો યુક્ત વિસર્દેશ પરિણામવાળી જ્ઞાનની સંતતિ ચાલતી હતી તે રાગાદિ ભાવો યુક્ત વિસર્દેશ જ્ઞાનની પરિણતિનો પરિક્ષય થાય છે અને તે રાગાદિ ભાવો યુક્ત વિસદેશ જ્ઞાનની પરિણતિનો ક્ષય થવાના કારણે રાગાદિઅનાકુળસદશ એવી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ થાય છે માટે મુક્તઅવસ્થામાં શરીરાદિ નહિ હોવા છતાં જ્ઞાનની સંતતિ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org