________________
પ૭
મુકિતદ્વાચિંશિકા | શ્લોક-૮ અને પાંચ મહાભૂતરૂપ સંસારી જીવના લિંગનો વ્યય, પરમાર્થથી નામકર્મનો ક્ષય જ છે, એથી લિંગવ્યયરૂપ લય અમને ઈષ્ટ છે, એમ અવય છે.
વળી, જીવતાશ ઈચ્છાતો નથી; કેમ કે ઉપાધિરૂપ શરીરના તાશમાં ઔપાધિક એવા જીવનાશનું પણ અકામ્યપણું છે. ICIL , “અદ્વૈતન્મતે ત્રયો ઉત્તવ્યય રૂટોડસ્માતમમમતઃ' – અહીં ‘પ'થી એ કહેવું છે કે લિંગવ્યય ત્રિદંડીને તો ઇષ્ટ છે, પરંતુ અમને પણ ઇષ્ટ છે.
ઉપાધિશરીરના ગોપધિનીવનાશ સ્થાપ્યાખ્યત્વ' – અહીં ‘મપિ'થી એ કહેવું છે કે ઉપાધિરૂપ શરીરનો નાશ મોક્ષમાં કામ્ય છે, પરંતુ પાધિકરૂપ જીવનાશનું પણ કામ્યપણું નથી.
ભાવાર્થ :
ત્રિદંડીના મતે મુક્તિનું સ્વરૂપ પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ :
સાધના કરીને જીવાત્મા પરમાત્મામાં લય પામે છે અને તે લય મુક્તિ છે. એ પ્રમાણે ત્રિદંડીમતવાળા કહે છે – ત્રિદંડીના મતે લિંગનો વ્યય તે લયરૂપ અભિમત હોય તો લિંગવ્યયરૂપ મોક્ષ જૈનદર્શનકારને પણ અભિમત :ત્રિદંડીમતવાળા લયનો અર્થ લિંગનો વ્યય કરે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
માત્ર લિંગનો વ્યય તે લય એ પ્રમાણે ત્રિદંડીમતવાળા સ્વીકારતાં હોય તો અમને પણ લિંગના વ્યયરૂપ લયસ્વરૂપ મોક્ષ ઇષ્ટ છે; કેમ કે ત્રિદંડીમતવાળાના વચન અનુસાર સંસારી જીવોનું લિંગ પરસ્પર એકમેક પરિણામ પામે એવા સૂક્ષ્મમાત્રાથી એકઠા થઈને જીવાત્મામાં રહેલા અગિયાર ઇંદ્રિયો અને પાંચ મહાભૂત છે અને તેના દ્વારા સંસારી જીવોને સાતા-અસાતારૂપ સુખ-દુઃખનો બોધ થાય છે અને તેને ત્રિદંડીઓ લિંગ શબ્દથી ગ્રહણ કરીને તેનો નાશ મોક્ષ છે તેમ કહે તો પરમાર્થથી જૈનમતાનુસાર નામકર્મના ક્ષયરૂપ જ મોક્ષ સિદ્ધ થાય છે; કેમ કે પાંચમહાભૂતસ્વરૂપ શરીર અને અગિયાર ઇંદ્રિયો એ નામકર્મજન્ય શરીરનો પરિણામ છે અને જીવ મોક્ષમાં જાય છે ત્યારે નામકર્મનો ક્ષય થાય છે. માટે નામકર્મના ક્ષયરૂપ મોક્ષ અમને પણ અભિમત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org