________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૫
શમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પ્રવ્રજ્યાનું ઉચિત રીતે પાલન કરવાથી વિશેષ પ્રકારના શમાદિ ભાવો થાય છે, તેથી પ્રવ્રજ્યા ફળવાળી છે. વિશેષાર્થ :--
આદ્યભૂમિકામાં જીવો સંસારના સ્વરૂપનું આલોચન કરે છે, તેનાથી કષાયોનું શમન થાય છે, ઇન્દ્રિયો શાંત થાય છે અને ભોગ પ્રત્યે અનિચ્છા થાય છે; આમ છતાં, વિષયોના સાંનિધ્યની પ્રાપ્તિ થાય તો વિષયોથી સર્વથા પર ચિત્ત થતું નથી, પરંતુ કલ્યાણના અર્થી એવા તે જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને તે વિષયોનો ત્યાગ કરે અને વિષયોના સંપર્કથી દૂર રહે અને પ્રવ્રજ્યાના પાલનકાળમાં શાસ્ત્રથી ભાવિત મતિવાળા થાય, તેથી પ્રવ્રજ્યા પૂર્વે થયેલા શમાદિ ભાવો વિશેષ-વિશેષત બને છે.
૪૩
સામાન્યથી શમાદિ ભાવોની પ્રાપ્તિમાં કર્મવિશેષનો ક્ષયોપશમ જ કારણ હોવાથી યોગની પૂર્વસેવા વગર પણ કેટલાક જીવોને શમાદિ ભાવોની પ્રાપ્તિઃ
અહીં પ્રશ્ન થાય છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તે પ્રમાણે પૂર્વસેવાના બળથી શમાદિ ભાવો થાય છે, શમાદિ ભાવોના બળથી પ્રવ્રજ્યાના અધિકારનો નિશ્ચય થવાના કારણે પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારીએ તો કેટલાક જીવોને પૂર્વમાં પૂર્વસેવા સેવી નથી છતાં કોઈક નિમિત્તને પામીને શમાદિ ભાવોવાળા થાય છે. જેમ – ચિલાતીપુત્ર પૂર્વમાં લૂંટફાટ-ચોરી આદિ કરનારા છે, છતાં સંસમાનું ખૂન કર્યા પછી મુનિને જોઈ યોગસાધના કરવાને અભિમુખ ભાવવાળા થાય છે. એ વખતે તત્ત્વની પૃચ્છા કરે છે અને મુનિના “ઉપશમવિવેક-સંવર” એ શબ્દો સાંભળીને તે કાળમાં પ્રવ્રજ્યાને યોગ્ય જે ચિલાતીપુત્રમાં ભાવો થયા તે યોગની પૂર્વસેવા વગર થયા. તેથી પૂર્વસેવા વગર પણ કોઈક જીવોને શમાદિ ભાવો થતાં હોવાથી પૂર્વસેવાના બળથી શમાદિ ભાવો થાય અને શમાદિ ભાવોના બળથી પ્રવ્રજ્યાના અધિકારનો નિશ્ચય થવાથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થાય છે તેની સંગતિ થાય નહિ. તેથી કહે છે
વળી, પ્રવ્રજ્યાને યોગ્ય એવા શમાદિ ભાવોમાં તેવા પ્રકારનો કર્મવિશેષનો ક્ષયોપશમ જ સામાન્યથી હેતુ છે. આથી ધ્યાનમાં રહેલા મુનિને જોઈને ચિલાતીપુત્રને તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ થયો=સર્વ પ્રયત્નથી મારે યોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org