________________
૫૪
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં સમાદિના અતિપ્રસંગના અભાવની જેમ વિશેષ સામગ્રીના અભાવને કારણે જે જીવો ક્યારેય મોક્ષમાં જવાના નથી તે જીવોમાં સમાદિની પ્રાપ્તિનો અભાવ :
જે જીવો ક્યારેય મોક્ષમાં જવાનાં નથી, તેવા જીવોમાં પણ વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરની જેમ શમાદિ થતાં નથી એમ સ્વીકારવું ઉચિત છે.
ગ્રંથકારનો આશય એ છે કે, માત્મત્તે આત્મા સમાદિ પ્રત્યે હેતુ સ્વીકારીએ અને ભવ્યત્વને સ્વતંત્ર જાતિ ન સ્વીકારીએ તો બધા જીવો મોક્ષમાં જાય છે તેમ માનવું પડે અને જીવદ્રવ્ય શાશ્વત છે તેથી અત્યાર સુધી અનંત કાળમાં બધા જીવો મોક્ષમાં ગયા નથી અને હવે બધા જીવો મોક્ષમાં જશે એમ માનવામાં કોઈ પ્રમાણ નથી. પરંતુ જે જે જીવોમાં સમાદિની યોગ્યતા છે અને જ્યારે
જ્યારે તે યોગ્યતાને કારણે તેઓમાં સમાદિ પ્રગટે છે ત્યારે ત્યારે સંસારથી ભય પામીને તે જીવો સાધના કરે છે અને સાધનાના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે તેમ માનવું ઉચિત છે. વળી, વિશેષ સામગ્રીના અભાવને કારણે જેમ ઈશ્વરમાં સમાદિ ભાવો થતાં નથી તેમ સંસારી જીવોમાંથી પણ કેટલાક જીવોમાં કર્મની લઘુતારૂપ વિશેષ સામગ્રીના અભાવને કારણે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણની વિડંબણા જોઈને ભવથી વિરક્ત ભાવ થતો નથી અને જે જીવોને કર્મની લઘુતારૂપ વિશેષ સામગ્રી મળે છે તે જીવોને સંસારના પરિભ્રમણની વિડંબણા જોઈને સમાદિ ભાવો થાય છે અને સમાદિ ભાવવાળા તે જીવો પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેવો નિર્ણય કરીને મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરવા અર્થે પ્રવ્રજ્યામાં યત્ન કરે છે તેમ સ્વીકારવું ઉચિત છે.
આ પ્રકારે સ્વીકારવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, સર્વ જીવોની મુક્તિ થતી નથી, પરંતુ જે જીવોને કર્મની લઘુતારૂપ સમાદિની સામગ્રી પ્રાપ્ત થાય છે તેઓ સમાદિને પામીને મોક્ષમાં જાય છે અને જે જીવોને કર્મની લઘુતારૂપ સમાદિની વિશેષ સામગ્રી પ્રાપ્ત થતી નથી તે જીવો ક્યારેય મોક્ષમાં જતાં નથી. તેથી અર્થથી બે પ્રકારના જીવોનો સ્વીકાર થાય છે: (૧) મોક્ષમાં જવાને યોગ્ય કેટલાક જીવો અને (૨) મોક્ષમાં જવાને અયોગ્ય કેટલાક જીવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org