________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૭
આત્મત્વવ્યાપમન્યત્વ જાતિની કલ્પના કરવામાં નવી જાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થતી હોવાથી આત્મત્વજાતિથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને શમાદિની પ્રાપ્તિ થવાથી મુક્તિની સિદ્ધિ થશે અને ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ હોવાથી અતિપ્રસંગનો અભાવ થશે, આ રીતે તૈયાયિકે આપેલ યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
અહીં નૈયાયિક કહે છે કે આત્મત્વવ્યાયમન્યત્વજાતિની કલ્પના ક૨વામાં ન આવે અને આત્મત્વજાતિથી આત્મા શમાદિ પ્રત્યે હેતુ છે, એમ સ્વીકારવામાં આવે તો, મધ્યત્વજાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થાય નહીં.
૫૩
વળી, આત્મત્વજાતિથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવામાં આવે તો ઈશ્વરમાં પણ આત્મત્વજાતિ હોવાથી શમાદિ માનવામાં અતિપ્રસંગ આવે. તેનું નિરાકરણ કરવા માટે કહી શકાય કે, ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ છે, માટે ઈશ્વરમાં શમાદિ થતાં નથી. અને તેમ સ્વીકારવાથી નવી જાતિની કલ્પનાકૃત ગૌરવની પ્રાપ્તિ થાય નહીં.
નૈયાયિકનો આશય એ છે કે, સંસારી જીવોને પરવશપણાથી ચારગતિમાં પરિભ્રમણ કરવું પડે છે, તેથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી તેઓને સંસાર પ્રત્યે ભય થાય છે અને સંસારની આ કદર્થનાથી બચવાનો ઉપાય રાગાદિનો ઉચ્છેદ છે, તેવો બોધ થવાથી સંસારી જીવો વૈરાગ્યભાવમાં યત્ન કરે છે, તેથી તેઓમાં શમાદિ ભાવો થાય છે અને ઈશ્વર કર્મને પરતંત્ર નથી અને ઈશ્વરને ચાર ગતિના પરિભ્રમણનો ભય નથી, તેથી તેવી ભયસામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં આત્મત્વજાતિ હોવા છતાં શમાદિ ભાવોની પ્રાપ્તિનો પ્રસંગ ઈશ્વરમાં આવતો નથી. આ રીતે આત્મત્વજાતિથી આત્માને શમાદિ ભાવો પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને શમાદિ ભાવો પ્રાપ્ત થશે અને સર્વની મુક્તિ થશે એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, આ પ્રકારે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org