________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ ભવ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં તૈયાયિકની માન્યતાનું યુક્તિથી સમર્થન :
અહીં નૈયાયિક કહે કે ભવ્યત્વ ને જાતિરૂપે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સમાદિ ભાવો અનુગત જે કાર્યતા છે, તે કાર્યની જનતા ભવ્યજીવમાં છે. તે જનકતાના અવચ્છેદકપણારૂપે કાત્મત્વ ની વ્યાપ્ય એવી જાતિવિશેષની કલ્પના કરવી ઉચિત છે. અને એમાં તૈયાયિકની માન્યતાની યુક્તિ બતાવે છે –
જેમ દ્રવ્યમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે નૈયાયિક દ્રવ્યત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારીને દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરે છે. તેમ આત્મામાં થતાં સર્વ મુક્તિરૂપ કાર્ય પ્રત્યે કે મુક્તિના કારણભૂત એવા સમાદિ ભાવીરૂપ કાર્ય પ્રત્યે આત્મત્વવ્યાપ્ય એવી ભવ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવી ઉચિત છે.
આશય એ છે કે, “માટીરૂપ દ્રવ્યમાં ઘટરૂપ કાર્ય થાય છે. વળી, માટીરૂપ દ્રવ્યમાં ગુણરૂપ અને ક્રિયારૂપ કાર્ય થાય છે, તેથી દ્રવ્યમાં દ્રવ્યરૂપ કાર્ય, ગુણરૂપ કાર્ય અને કર્મરૂપ કાર્ય થાય છે, તે અનુગત સર્વ કાર્યની જનકતાનો અવચ્છેદક ધર્મ દ્રવ્યત્વ છે', એમ સ્વીકારીને તૈયાયિક દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરે છે. તેમ – આત્મામાં મોક્ષને અનુકૂળ એવા સમાદિ ભાવરૂપ જે સર્વ કાર્યો થાય છે તે સર્વ કાર્યો અનુગત કાર્યની જનતાનો અવચ્છેદકધર્મ ભવ્યત્વ છે, એમ સ્વીકારીને તૈયાયિકે ભવ્યત્વજાતિ સ્વીકારવી જોઈએ. આત્મત્વવ્યાપ્યજાતિવિશેષ ભવ્યત્વજાતિ:
આ ભવ્યત્વજાતિ આત્મામાં આત્મત્વજાતિ છે તેની વ્યાપ્યજાતિ છે અને આત્મામાં આત્મત્વની વ્યાપ્ય અન્ય જાતિઓ છે, જેમ મનુષ્યત્વ, તિર્યક્ત; તેમ ભવ્યત્વ પણ જાતિવિશેષ છે.
આનાથી એ ફલિત થાય છે કે, સંસારી જીવોમાં આત્મત્વની વ્યાપ્ય (૧) ભવ્યત્વજાતિ, (૨) અભવ્યત્વજાતિ છે.
જે જીવોમાં ભવ્યત્વજાતિ છે તે જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે અને તેવા જીવોમાં સમાદિ કાર્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org