________________
૪૬
મુક્તિદ્વાચિંશિકા | શ્લોકએમ શ્લોકમાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે ભવ્યજીવો છે તે સર્વ ભવ્યજીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતા છે અને સમાદિવાળા જીવોમાં વિશેષ પ્રકારની યોગ્યતા છે માટે મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા કરતાં સમાદિવાળા જીવોમાં વિશેષ પ્રકારની યોગ્યતા છે. અને તે સ્પષ્ટ કરવા ટીકામાં કહ્યું કે ૧૦મી યોગલક્ષણબત્રીશી, શ્લોક-૧૭માં “સામાન્યયોગ્યતાથી સમુચિતયોગ્યતાના ભેદનું સમર્થન કરેલ છે.”
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ચરમાવર્ત બહારના ભવ્યજીવોમાં મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા છે અને શરમાવર્તમાં આવેલા જીવોમાં સમુચિતયોગ્યતા છે. સમુચિતયોગ્યતાવાળા જીવો પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરે તો પ્રવ્રજ્યા દ્વારા વિશેષ-વિશેષતર સમાદિની પ્રાપ્તિ કરે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે અને આ રીતે મોક્ષમાં જવાની યોગ્યતાનો ભેદ સ્વીકાર્યો તેને કારણે સમાદિનો યોગ્યતાવચ્છેદકરૂપે સંકોચ થતો નથી=મોક્ષમાં જવાની યોગ્યતા સમાદિઅવચ્છિન્ન છે તેમ કહીને સમાદિ વગરના જીવો મોક્ષમાં જવા માટે અયોગ્ય સ્થાપન થતાં નથી, પરંતુ જે મોક્ષમાં જવાને યોગ્ય જીવો છે, તેમાંથી જે જીવોને સમાદિ ભાવો પ્રાપ્ત થયા છે તે જીવો સમુચિતયોગ્યતાવાળા છે અને જે જીવો સમુચિતયોગ્યતાવાળા નથી તેવા ભવ્યજીવો પણ સામાન્યયોગ્યતાવાળા છે, તેથી તૈયાયિક કહે છે તેમ મહાપ્રલયમાં સર્વનો મોક્ષ થાય છે તેમ સ્વીકારવાથી હું મોક્ષને યોગ્ય છું એવો નિર્ણય થાય છે અને તેના બળથી મોક્ષાર્થી જીવોની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થાય છે તેમ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ મોક્ષમાં જવાને યોગ્ય જે જીવો છે તે જીવો જ પોતાનામાં વર્તતા સમાદિ ભાવો દ્વારા સમુચિતયોગ્યતાનો નિર્ણય કરીને પ્રવ્રજ્યામાં પ્રવર્તે છે, તેમ સ્વીકારવું ઉચિત છે. વિશેષાર્થ :સમુચિતયોગ્યતાવાળા જીવો કાર્ય માટે પ્રયત્ન કરે તો ફળપ્રાપ્તિનું વિધાન - સમુચિતયોગ્યતાની તરતમતાવાળી ભૂમિકાઓ :
જેમ ઘાસમાં ઘીની સામાન્યયોગ્યતા છે તેમ ચરમાવર્ત બહારના જીવોમાં મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા છે. વળી જેમ દૂધ આદિમાં ઘીની સમુચિતયોગ્યતા છે તેમ ચરમાવર્તવર્તી જીવોમાં મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતા છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org