________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોકછે તેવો નિર્ણય વિચારક પુરુષને થઈ શકે છે. માટે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવાને કારણે જે જીવો સંસારથી વિરક્ત થયા છે તે જીવોને પોતાનામાં વર્તતા સમાદિ ભાવોના બળથી મોક્ષની યોગ્યતાનો નિર્ણય થાય છે તેથી પોતાની પ્રવજ્યા નિષ્ફળ થશે તેવી શંકા થાય નહીં. સમાદિ ભાવોથી પ્રવજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં તૈયાયિક અન્યોન્યાશ્રયદોષ આપે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
અહીં નૈયાયિક કહે કે, શમ-દમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ તમે સ્વીકારશો તો અન્યોન્યાશ્રયદોષ આવશે. માટે શમ-દમાદિ ભાવો દ્વારા પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારી શકાશે નહિ, પરંતુ મહાપ્રલયકાળમાં સર્વ જીવો મોક્ષમાં જાય છે માટે હું મોક્ષમાં જવાને યોગ્ય છું, એવો નિર્ણય થવાથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ છે એમ સ્વીકારવું જોઈએ.
શમ-દમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં અન્યોન્યાશ્રયદોષ આવશે એમ પૂર્વપક્ષીએ કહ્યું તે અન્યોન્યાશ્રયદોષ આ પ્રમાણે છે –
પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ હોતે છતે શમ-દમાદિ ભાવોની પ્રાપ્તિ થાય અને સમાદિ ભાવોની પ્રાપ્તિ થવાથી પોતાને પ્રવજ્યાનો અધિકાર છે તેવો નિશ્ચય થવાને કારણે પ્રવજ્યાનો સ્વીકાર થાય.
આ પ્રકારનો અન્યોન્યાશ્રયદોષ ઉચિત નથી તેમ બતાવતાં ગ્રંથકારશ્રી કહે
પ્રવ્રજ્યાની પ્રવૃત્તિથી પૂર્વમાં પણ યોગ્ય જીવોને પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થાય છે, તેથી પૂર્વસેવાના સેવનથી શમાદિની પ્રાપ્તિ થશે અને સમાદિની પ્રાપ્તિથી પ્રવ્રજ્યા માટે પોતે યોગ્ય છે તેવો નિર્ણય થશે, તેથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થશે માટે તૈયાયિકે બતાવેલ અન્યોન્યાશ્રયદોષની પ્રાપ્તિ નથી. પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવજ્યાગ્રહણથી વિશેષ પ્રકારના સમાદિ ભાવોની પ્રાપ્તિ -
અહીં કોઈને શંકા થાય કે, પૂર્વસેવાથી સમાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકારીએ તો પ્રવ્રજ્યાગ્રહણનું પ્રયોજન શું ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org