________________
૩૮
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૪-૫ વસ્તુતઃ નૈયાયિકને મુક્ત આત્માઓમાં અત્યંત દુઃખનો અભાવ છે તે સિદ્ધ કરવું નથી, પરંતુ મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસનાશ થાય છે તેમ સિદ્ધ કરીને મોક્ષાર્થક મુમુક્ષુ જીવોની પ્રવૃત્તિ સંગત કરવી છે, માટે અનભિપ્રેત એવા સિદ્ધના આત્મામાં દુઃખનો અત્યંત ધ્વસ સિદ્ધ થતો હોવાથી નૈયાયિકે કરેલ અનુમાન અસંગત છે. મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે, એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા યોગની પ્રતિબંધિકા છે એ જ વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-પમાં તેનો પ્રત્યુત્તર :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “કાલા –ગર્ભ સાધ્ય પ્રત્યે નૈયાયિકે આપેલ હેતુ અવિશેષ હોવાના કારણે તૈયાયિકને જે અનભિપ્રેત છે તેની સિદ્ધિ થાય છે. માટે તૈયાયિકનું અનુમાન સંગત નથી. તેની સામે નૈયાયિક કહે કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એ રૂપ સાધ્ય સ્વીકાર્યા વગર “પોતે મોક્ષને માટે અયોગ્ય છે એ પ્રકારની શંકા થાય તો “પરિવ્રાજકપણાનું ગ્રહણ મેં કર્યું છે તે વિફળ થશે” એ પ્રકારની અયોગ્યત્વની શંકા યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે અને તે શંકાના નિવારણનો ઉપાય મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ સ્વીકારવું આવશ્યક છે, માટે મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેનાથી અન્ય એવા વિપક્ષને મુક્ત આત્મામાં દુઃખનો ધ્વંસ થાય છે એ રૂપ અનભિપ્રેત સાધ્યના આશ્રય એવા વિપક્ષને સ્વીકારવામાં યોગની પ્રવૃત્તિનો વ્યાઘાત થાય છે તે જ બાધક તર્ક છે એ પ્રમાણે તૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી જે ઉત્તર આપે છે તે શ્લોક-પમાં બતાવે છે. III અવતરણિકા :
પૂર્વમાં તૈયાયિકે કરેલા અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એની સિદ્ધિ સ્વીકારવામાં આવે તો જે જીવો પ્રવ્રયા ગ્રહણ કરીને સાધના કરે છે તેઓને આશંકા થાય છે કે જે જીવો ક્યારેય પણ મોક્ષમાં જવાના નથી તેની જેવો હું પણ હોઉં તો મારી આ પ્રવ્રયા મોક્ષનું કારણ બનશે નહીં માટે વિફળ છે અને જો મહાપ્રલયમાં સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org