________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૪
તર્કનો તો અભાવ છે પરંતુ વિપક્ષમાં હેતુ હોવા છતાં પણ સાધ્યના અસત્ત્વમાં બાધક એવા અનુકૂળ તર્કનો અભાવ છે.
ભાવાર્થ :
વિપક્ષમાં બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત :
નૈયાયિકે અનુમાન કરીને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત અભાવ થાય છે તેમ સ્થાપન કર્યું. તે અનુમાનમાં આપેલ હેતુ વિપક્ષમાં રહે છે અને ત્યાં સાધ્ય રહેતું નથી તેમ કોઈ કહે તો તેનો બાધક તર્ક નૈયાયિકો આપી શકતાં નથી; કેમ કે શ્લોક-૩માં કહ્યા પ્રમાણે વિશિષ્ટ વ્યાપ્તિથી યુક્ત સાધ્ય અને હેતુની વ્યાપ્તિ બતાવી શકાય તેવા, દૃષ્ટાંતની અસિદ્ધિ છે, તેથી જેમ ‘પર્વતો નિમાન ધૂમાત્’=‘પર્વત અગ્નિવાળો છે ધૂમવાળો હોવાથી' આ પ્રકારના અનુમાનમાં કોઈ વિપક્ષની આશંકા કરે તો તે આશંકાના નિવારણ માટે તર્ક કરવામાં આવે છે કે, જો વહ્નિ વગર પણ પર્વતમાં ધૂમ હોય તો ધૂમ વહ્નિજન્ય થઈ શકે નહીં, અને ધૂમ વહ્નિજન્ય છે માટે ધૂમ હોવાથી પર્વતમાં વહ્નિ અવશ્ય છે, તેમ સ્થાપન કરી શકાય છે. પરંતુ તેની જેમ પ્રસ્તુત અનુમાનમાં તે પ્રમાણે ‘સત્કાર્યમાત્રવૃત્તિત્વાત્’=‘સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ સાથે નૈયાયિક કરેલ અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્થાપન ક૨વા સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ પ્રસ્તુત સાધ્યવાળા પક્ષને છોડીને વિપક્ષમાં નથી રહેતો તેમ સ્થાપન કરવા કોઈ તર્ક નથી, માટે મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાશે નહીં.
૩૭
વળી, અનભિપ્રેત સિદ્ધિ હોવાને કારણે પણ મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાશે નહીં; કેમ કે ‘કાલાન્યત્વ’ગર્ભ એવા સાધ્ય પ્રત્યે=મહાપ્રલયરૂપ કાલથી અન્ય એવા સિદ્ધના આત્માઓ તે છે સાધ્ય તરીકે જેના ગર્ભમાં એવા સાધ્ય પ્રત્યે, નૈયાયિકે કરેલા અનુમાનમાં જે હેતુ છે તે સંગત થાય છે—તે હેતુથી સિદ્ધના આત્માઓમાં દુઃખનો અત્યંત અભાવ છે તે સિદ્ધ થઈ શકે છે, તેથી મહાપ્રલયથી અન્ય એવા મુક્ત આત્માઓમાં દુઃખનો અત્યંત અભાવ રહે છે, તેની સિદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org