________________
૩૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુખપ્રાગભાવઅનાધારત્વનો નિવેશ કરવામાં સંસારી આત્મામાં પરા કોટિનો દુઃખધ્વંસ સ્વીકારવાની આપત્તિ :
અહીં નૈયાયિક દૃષ્ટાંતની અસંગતિ દૂર કરવા માટે પૂર્વમાં જે દુઃખના પ્રાગભાવના અનાધારત્વનો કાલિકસંબંધથી નિવેશ કરેલો તેના બદલે મુખ્યકાલવૃત્તિવિશિષ્ટ-કાલિકસંબંધનો નિવેશ કરીને દૃષ્ટાંતની સંગતિ કરે છે. તે આ રીતે –
કાલિકસંબંધથી પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના આધાર થતા હતા. હવે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટસંબંધથી ગ્રહણ કરવાના કારણે દુઃખ પ્રાગભાવના અનાધાર બને છે; કેમ કે મુખ્યકાલવૃત્તિ કહેવાથી ઉપાધિકાલની વ્યાવૃત્તિ થાય છે તેથી મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ એવા કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર એવા પ્રદીપના અવયવોમાં પ્રદીપના ધ્વંસના પ્રતિયોગી એવા પ્રદીપમાં પ્રદીપત્વની વૃત્તિતા છે. માટે દૃષ્ટાંતની સંગતિ છે, પરંતુ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી આત્મામાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે; કેમ કે અભાવીયવિશેષણતાસંબંધથી સંસારી જીવો દુ:ખપ્રાગભાવના આધાર છે, પરંતુ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર છે તેમાં વર્તતો દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે તેથી સંસારી આત્મામાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે. ઉક્ત અન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરવામાં તથાસંબંધગર્ભવ્યાપ્તિનો અગ્રહ :
આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે ઉક્ત અન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું અર્થાત્ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અને દૈશિકવિશેષણતાસંબંધ એ બેમાંથી અન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું તેથી સંસારી જીવોમાં પ્રસ્તુત સાધ્યની અતિવ્યાપ્તિ થતી હતી તેનું નિવારણ થાય છે, કેમ કે સંસારી જીવોમાં દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખપ્રાગભાવની આધારતા છે, પરંતુ અનાધારતા નથી. માટે દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેતા ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવી દુઃખત્વજાતિ સંસારી આત્મામાં પ્રાપ્ત થશે નહીં તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉક્ત અન્યતરસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org