________________
મુક્તિદ્વાચિંશિકા સંક્ષિપ્ત સંકલના
વળી વ્યવહારનયથી સંસાર પ્રત્યેના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે. અને નિશ્ચયનયથી અખંડ સુખરૂપ મોક્ષ છે અને અખંડ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે એ પ્રમાણે સ્યાદ્વાદીઓ માને છે.
આ રીતે સર્વદર્શનકારના મતાનુસાર મોક્ષનું સ્વરૂપ બતાવ્યા પછી તૈયાયિકો મોક્ષને એકાંત દુઃખાભાવરૂપ સ્વીકારે છે પરંતુ સુખરૂપ સ્વીકારતાં નથી. તેઓનું તે કથન યુક્ત નથી તે બતાવવા શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે દુઃખનો અભાવ પણ અવેદ્ય નથી, પરંતુ સિદ્ધના આત્માઓને સ્વસંવેદ્ય છે અને જો દુઃખાભાવ સ્વસંવેદ્ય સ્વીકારવામાં આવે તો તે સુખસ્વરૂપ જ છે માટે મુક્તિ સર્વ દુઃખોના અભાવસ્વરૂપ સિદ્ધના જીવોને વેદન થાય છે તે સિદ્ધના જીવોનું અનંત સુખ છે. - અહીં વિશેષ એ છે કે સંસારઅવસ્થામાં જે કાંઈ દેવાદિ ભવોમાં વેદના થાય છે તે સર્વ સુખનું વદન કાંઈક દુઃખથી આક્રાંત જ હોય છે. જેમ સંસારમાં ઉત્કૃષ્ટ સુખ સર્વાર્થસિદ્ધના દેવોમાં સ્વીકારાયેલું છે ત્યાં પણ સર્વાર્થસિદ્ધના દેવોને મોહનો પરિણામ સર્વથા નાશ થયો નથી. તેથી કષાયોની ઘણી મંદતા હોવા છતાં કષાયોની આકુળતાવાળું તેમનું સુખ છે. મંદ મંદ પણ મન, વચન અને કાયાના યોગોના પ્રવર્તનરૂપ શ્રમના દુઃખથી યુક્ત તેઓનું સુખ છે અને આગામી મૃત્યુ અને નવા જન્મની પ્રાપ્તિરૂપ દુઃખથી આક્રાંત સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ છે.
વળી, સંસારનું સુખ કર્મ, શરીરાદિને આધીન છે માટે પરાધીન સુખ છે જ્યારે સિદ્ધઅવસ્થામાં અંતરંગ રીતે કષાયોનો ઉપદ્રવ નથી તેથી અંતસ્તાપરૂપ દુઃખ સિદ્ધના જીવોને નથી, શરીર અને કર્મ આદિ બાહ્ય પદાર્થોનો સંગ તેમને નથી તેથી શરીરના અને કર્મના ઉપદ્રવજન્ય દુઃખો પણ સિદ્ધના જીવોને નથી અને કષાયોના અને શરીરના ઉપદ્રવકૃત જે દુઃખનું વેદન સંસારઅવસ્થામાં છે તે સર્વના અભાવનું વેદના સિદ્ધઅવસ્થામાં થાય છે, તેથી બાહ્ય અને અંતરંગ ઉપદ્રવ વગરની નિરાકુળ ચેતનાનું વેદના સિદ્ધાવસ્થામાં હોય છે તે સુખરૂપ છે.
જેમ કોઈ રોગીને ઘણા રોગોનો ઉપદ્રવ હોય અને સર્વ રોગોનો નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org