________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩
એવા ‘દુઃઉત્પ’ રૂપ પક્ષમાં ‘વૃત્તિત્વ’ હેતુ રહેલો છે અને નિશ્ચિત સાધ્યાભાવવાન એવા આત્માત્વરૂપ વિપક્ષમાં પણ ‘વૃત્તિત્વ’ હેતુ રહેલો છે, માટે ‘વૃત્તિત્વ’ રૂપ હેતુ વ્યભિચારી બને છે.
જો વૃત્તિત્વને બદલે કાર્યવૃત્તિત્વને હેતુ તરીકે માનવામાં આવે તો આત્મા કાર્ય નથી તેથી આત્મામાં રહેલ આત્મત્વમાં કાર્યવૃત્તિત્વરૂપ હેતુ નથી, માટે પૂર્વમાં બતાવેલ વ્યભિચારદોષ દૂર થાય છે, પરંતુ અનંતત્વમાં તે હેતુ રહેવાથી=અનંતત્વમાં કાર્યવૃત્તિત્વરૂપ હેતુ રહેવાથી, હેતુ સાધ્ય સાથે વ્યભિચારી બને છે; કેમ કે અનંતત્વ એટલે ધ્વંસઅપ્રતિયોગિત્વ=ધ્વંસનિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ. આવું અનંતત્વ નિત્ય એવા આત્માદિમાં અને કાર્ય એવા ધ્વંસમાં રહે છે; કેમ કે આત્માનો ધ્વંસ કે ધ્વંસનો ધ્વંસ ક્યારેય થતો નથી. તેથી ધ્વંસ, ધ્વંસનો અપ્રતિયોગી છે. માટે ધ્વંસમાં ધ્વંસની અપ્રતિયોગિતારૂપ અનંતત્વ છે=ધ્વંસનો ધ્વંસ અંત વગરનો છે તેથી અનંતત્વ છે. અને ધ્વંસ ઉત્પન્ન થાય છે માટે ધ્વંસ કાર્ય છે, તેથી કાર્યવૃત્તિત્વરૂપ હેતુ સાધ્યાભાવરૂપ અનંતત્વમાં રહેતો હોવાથી વ્યભિચારી છે. માટે કાર્યવૃત્તિત્વને હેતુ બનાવી શકાશે નહિ.
૨૩
અહીં પ્રશ્ન થાય છે કે કાર્યવૃત્તિત્વને હેતુ બનાવવાથી અનંતત્વમાં વ્યભિચારદોષ આવે છે પરંતુ કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ બનાવવાથી અનંતત્વમાં વ્યભિચારદોષ નહિ આવે; કેમ કે અનંતત્વ કાર્ય એવા ધ્વંસમાં અને અકાર્ય એવા આત્મામાં રહે છે, તેથી અનંતત્વ કાર્યમાત્રવૃત્તિ નથી, પરંતુ કાર્યઅકાર્યઉભયવૃત્તિ છે. તેથી પ્રસ્તુત અનુમાનના સાધ્ય સાથે કાર્યમાત્રવૃત્તિત્વની વ્યાપ્તિ છે અને અનંતત્વમાં વ્યભિચાર પ્રાપ્ત થતો હતો તે કાર્યમાત્રવૃત્તિત્વ કહેવાથી દૂર થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – કાર્યમાત્રવૃત્તિત્વ કહેવાથી અનંતત્વમાં પ્રાપ્ત થતો વ્યભિચાર દૂર થાય છે, પરંતુ ધ્વંસત્વમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે કાર્યમાત્રવૃત્તિત્વ જેમ પ્રસ્તુત સાધ્યના અધિકરણ એવા પક્ષમાં રહે છે તેમ ધ્વંસત્વમાં પણ ૨હે છે માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ સ્વીકારી શકાશે નહિ. આશય એ છે કે ધ્વંસ કાર્ય છે અને તેમાં ધ્વંસત્વ રહે છે તેથી ધ્વંસત્વ કાર્યમાત્રવૃત્તિ છે અને કાર્યમાત્રવૃત્તિ એવા ધ્વંસત્વમાં કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ રહે છે, તેથી જે હેતુ સાધ્યના અધિકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org