________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ દુઃખત્વનું દુઃખમાં વિદ્યમાનપણું છે એ પ્રત્યક્ષસિદ્ધ છે તેને જ સાધવાનો યત્ન થાય.
જો પ્રતિયોવૃત્તિમત્ત્વને સાધ્ય કહેવામાં આવે તોપણ સિદ્ધસાધનદોષ આવે છે; કેમ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિ=વિદ્યમાન, છે એ પ્રત્યક્ષસિદ્ધ છે તેને જ સાધવાનો યત્ન થાય.
વળી, જો પ્રતિયોગીવૃત્તિમત્ત્વને બદલે ધ્વસપ્રતિયોગીવૃત્તિમત્ત્વને સાધ્ય કરવામાં આવે તોપણ સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય; કેમ કે દુ:ખના ધ્વંસના પ્રતિયોગી એવા દુ:ખમાં દુઃખત્વજાતિ વિદ્યમાન છે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હવે જો “áસપ્રતિયોનિવૃત્તિત્ત્વ'નું પ્રમાવાનધારવૃત્તિ' એવું વિશેષણ આપવામાં આવે અર્થાત્ પ્રાગભાવના અનાધારમાં જનાર એવા ધ્વસના પ્રતિયોગીમાં રહેવાપણું એ રૂપ સાધ્ય સ્વીકારવામાં આવે તો શ્લોક-૩માં કહેલ “દીપત્ર” દૃષ્ટાંત અસિદ્ધ થઈ જશે; કેમ કે દીપત્વના આધારભૂત એવો દીપ છે અને તે દીપનો ધ્વંસ પ્રદીપના અવયવોમાં રહે છે તે પ્રદીપના અવયવો પ્રદીપના પ્રાગભાવનો આધાર છે; કેમ કે પ્રદીપના અવયવોને ફરી સામગ્રી મળે તો તેમાંથી પ્રદીપ પ્રગટી શકે છે તેથી પ્રદીપના અવયવો પ્રદીપના પ્રાગભાવનું અનધિકરણ થવાના બદલે પ્રાગભાવનું અધિકરણ પ્રદીપના અવયવો બની જાય છે, તેથી પ્રાગભાવઅનાધારવૃત્તિäસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય દીપત્વમાં નહીં રહે અને દૃષ્ટાંતમાં સાધ્ય ન રહે તો દૃષ્ટાંતઅસિદ્ધિ નામનો દોષ આવે.
આ દોષના નિવારણ માટે પ્રાગભાવના વિશેષણરૂપે દુઃખનું ગ્રહણ કરેલ છે. આવું વિશેષણ લેવાથી દૃષ્ટાંત તરીકે દીપ– સંગત થઈ જશે; કેમ કે પ્રદીપના અવયવો દુઃખ પ્રાગભાવના અનાધારભૂત છે માટે દૃષ્ટાંતની અસિદ્ધિ નથી.
અહીં પ્રશ્ન થાય છે કે દીપત્વને દૃષ્ટાંત તરીકે સંગત કરવા માટે પ્રાગભાવના વિશેષણ તરીકે દુઃખ શબ્દનો ઉલ્લેખ કરવો જરૂરી હોય તો દુઃખપ્રાગભાવઅનધિકરણ કહેવાના બદલે દુઃખાનધિકરણ આટલું કહેશો તો પણ વાંધો નહીં આવે અર્થાત્ દુઃખાનધિકરણવૃત્તિધ્વસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય બનાવવું જોઈએ અને આવું સાધ્ય કરવામાં દૃષ્ટાંતઅસિદ્ધિદોષ આવતો નથી; કેમ કે દીપકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org