________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ અવયવો જેમ દુઃખપ્રાગભાવના અનધિકરણ છે તેમ દુઃખના પણ અનધિકરણ છે. આ રીતે દુઃખાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગી એવા દીપમાં દીપત્વજાતિ વૃત્તિ હોવાથી દૃષ્ટાંતમાં સાધ્ય રહી જાય છે અને સાધ્યકોટિમાં પ્રાગભાવનો પ્રવેશ પણ કરવો પડતો નથી, તેથી લક્ષણમાં લાઘવની પ્રાપ્તિ છે. તેનો ઉત્તર આપતાં કહે છે .
—
૨૨
‘દુઃખાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ’ને સાધ્ય તરીકે લઈશું તો ખંડપ્રલય દ્વારા અર્થાંતરદોષ આવશે. તે આ રીતે - જેમ મહાપ્રલય દુ:ખનું અનધિકરણ છે તેમ ખંડપ્રલય પણ દુઃખનું અનધિકરણ જ છે. ખંડપ્રલય વખતે કોઈપણ દુ:ખ વિદ્યમાન હોતું નથી, તેથી દુઃખના અનધિકરણ એવા ખંડપ્રલયમાં રહેનાર દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ રહેશે, તેથી અર્થાંતરદોષ પ્રાપ્ત થશે અર્થાત્ મહાપ્રલયમાં દુઃખનો અત્યંત અભાવ થાય છે તે પ્રસ્તુત અનુમાનથી નૈયાયિકને સિદ્ધ કરવું છે, તેના બદલે ખંડપ્રલયમાં પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ થવારૂપ અર્થાંતરની પ્રાપ્તિ થશે.
આ અર્થાંતરદોષના નિવારણ માટે સાધ્યકોટિમાં દુઃખના પ્રાગભાવનો પ્રવેશ કરવો આવશ્યક છે. ખંડપ્રલય દુઃખનું અનધિકરણ હોવા છતાં પણ દુઃખના પ્રાગભાવનું અધિકરણ છે, તેથી દુ:ખના પ્રાગભાવનો પ્રવેશ સાધ્યકોટિમાં કહેવાથી ખંડપ્રલયનું ગ્રહણ થશે નહીં; કેમ કે નૈયાયિકના મતઅનુસાર ખંડપ્રલય પછી સૃષ્ટિનું નિર્માણ થવાનું છે. તે વખતે સંસારી જીવોમાં દુ:ખ રહેવાનું છે, માટે ખંડપ્રલયમાં ઉત્તરકાલીન સૃષ્ટિમાં ઉત્પન્ન થનારા દુઃખોનો પ્રાગભાવ છે, માટે સાધ્યકોટિમાં પ્રાગભાવનો પ્રવેશ કરવાથી ખંડપ્રલયનું ગ્રહણ થશે નહીં. તેથી મહાપ્રલયમાં જ પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ થશે.
આ રીતે સાધ્યકોટિમાં પ્રવેશ કરેલા પ્રત્યેક પદોનું પદકૃત્ય કરીને તે પદોની આવશ્યકતા બતાવી.
હવે મહાપ્રલયમાં અત્યંત દુઃખાભાવ છે તે સિદ્ધ કરવા પૂર્વોક્ત અનુમાનપ્રયોગમાં આપેલા ‘સત્કાર્યમાત્રવૃત્તિત્વાત્’રૂપ હેતુનો પરિષ્કાર નૈયાયિક કરે છે -
જો માત્ર ‘વૃત્તિત્વ’ને હેતુ બનાવવામાં આવે તો તે ‘વૃત્તિત્વ’ આત્મત્વમાં વ્યભિચારી બને છે; કેમ કે આત્મત્વ આત્મામાં વૃત્તિ છે, તેથી નિશ્ચિત સાધ્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org