________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રસ્તુતમાં ‘સર્વમાત્રવૃત્તિવા' હેતુ પક્ષમાં આ રીતે રહે છે –
દુઃખત્વજાતિ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે, પરંતુ અસત્કાર્યમાં વૃત્તિ નથી; કેમ કે દુ:ખ એ સત=વિદ્યમાન કાર્ય છે, અભાવાત્મક કાર્ય નથી, અને દુઃખમાં દુઃખત્વજાતિ રહેલી છે. માટે દુઃખરૂપ સત્કાર્યમાત્રમાં વૃત્તિ દુઃખત્વ છે.
વળી “સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુની સાધ્યની સાથે વ્યાપ્તિ આ રીતે પ્રાપ્ત થાય છે – _“यत्र यत्र सत्कार्यमात्रवृत्तित्वं तत्र तत्र असुखस्य–दुःखस्य, यः प्रागभावः તાધાર ધ્વંસપ્રતિયોનિ વૃત્તિત્ત્વમ્”=જ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે, ત્યાં ત્યાં દુઃખનો જે પ્રાગભાવ તેનો અનાધાર જે મહાપ્રલયકાળ, તેમાં રહેનારો જે દુઃખધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિ દુઃખત્વજાતિ છે અને તે દુઃખત્વજાતિમાં તેવું વૃત્તિમત્ત્વ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેમ દુઃખ સત્કાર્ય છે તેમ જે જે અન્ય પણ સત્કાર્યો છે તે સર્વ સત્કાર્યોનો નૈયાયિકના મતે મહાપ્રલયકાળમાં ધ્વંસ પ્રાપ્ત થતો હોવાથી સત્કાર્ય એવા દુઃખનો ધ્વંસ મહાપ્રલયકાળમાં થાય છે, અને મહાપ્રલયમાં પ્રાપ્ત થતો દુઃખનો ધ્વંસ દુઃખના પ્રાગભાવનો અનાધાર છે; કેમ કે નૈયાયિકના મતે મહાપ્રલય વખતે સર્વ જીવોની મુક્તિ છે તેથી મહાપ્રલયમાં થયેલો દુ:ખનો ધ્વંસ ભાવિના દુઃખનો આધાર નથી. માટે દુઃખનો અત્યંત ધ્વસ સંભવિત છે અને તેવા દુઃખમાં રહેનારી દુઃખત્વ જાતિ છે. માટે જેમ દુઃખત્વજાતિ સંસારી જીવોનાં દુઃખમાં રહે છે તેમ જે દુઃખનો અત્યંત નાશ થાય છે તેવા દુઃખમાં પણ રહેનારી છે. આ રીતે “સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુથી દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તેમ તૈયાયિકે સિદ્ધ કર્યું.
હવે તેમાં દૃષ્ટાંત આપે છે – “રીપર્વવ"=દીપત્રની જેમ એ દૃષ્ટાંત છે. દીપમાં રહેલી દીપત્વજાતિ છે અને દીપત્વજાતિવાળું દીપ સત્કાર્ય છે તેથી દીપત્વરૂપ દૃષ્ટાંતમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ પ્રાપ્ત થાય છે. વળી, દુઃખનો જે પ્રાગભાવ તેનો અનાધાર જેમ મહાપ્રલય છે તેમ દીપના અવયવો પણ છે તેથી દુઃખના પ્રાગભાવના અનાધાર એવા દીપના અવયવોમાં જે દીપનો ધ્વંસ તેનો પ્રતિયોગી દીપ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org